અમદાવાદમાં વરસાદથી હાલાકી: થલતેજ નજીક એસજી હાઇવેના સર્વિસ રોડ પર ભરાયા પાણી
July 27, 2026
અમદાવાદ : અમદાવાદમાં આજે (27 જુલાઈ) વહેલી સવારથી જ શરૂ થયેલા સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને એસજી હાઇવે પર આવેલા થલતેજ સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
વરસાદી પાણીના નિકાલના અભાવે થલતેજ સર્વિસ રોડ પર પરિસ્થિતિ વિકટ બની છે. સર્વિસ રોડ પર વરસાદી પાણી એટલી હદે ભરાઈ ગયા છે કે ત્યાંથી પસાર થતી કારના અડધાથી વધુ ટાયર પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. સવારના સમયે નોકરી અને અન્ય કામકાજ અર્થે નીકળેલા વાહનચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
•થલતેજ: 1.95 ઇંચ
•સાયન્સ સિટી: 1.85 ઇંચ
•મેમનગર: 1.46 ઇંચ
•બોડકદેવ: 1.26 ઇંચ
•ચાંદલોડિયા: 1.10 ઇંચ
•મેમકો: 1.00 ઇંચ
•અસારવા: 0.94 ઇંચ
•ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ: 0.94 ઇંચ
•નિકોલ: 0.93 ઇંચ
•કઠવાડા: 0.93 ઇંચ
આ 6 જિલ્લાઓમાં 'ઓરેન્જ ઍલર્ટ'
મધ્ય અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ,ગાંધીનગર અને ખેડાજિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026