સૈફ અલી ખાનને હવે કતાર સેફ લાગ્યું, ત્યાં પ્રોપર્ટી ખરીદી

April 23, 2025

મુંબઇ : સૈફ અલી ખાને કતારમાં  સેન્ટ રેજિસ માર્સા અરેબિયા દ્વિપ ધ પર્લમાં  એક આલીશાન ઘર ખરીદ્યું છે. સૈફે સ્ટેટમેન્ટ આપ્યું છે કે કતાર તેને બહુ સુરક્ષિત  લાગે છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ત્રણ મહિના પહેલાં સૈફના ઘરે ઘૂસી આવેલા એક તસ્કરે તેના પર હુમલો કર્યો હતો. તે પછી તેણે વિદેશમાં પ્રોપર્ટી લીધી છે. તેણે આ પ્રોપર્ટીને પોતાનું બીજું ઘર ગણાવ્યું છે.  તેણે જણાવ્યું હતું કે, મુંબઇથી કતાર પહોંચવું સરળ અને ટૂંકા સમયમાં પહોંચી જવાય છે.તેમજ આ જગ્યા બહુ સુરક્ષિત અને સુંદર છે. હું અહીં એક શૂટિંગ માટે આવ્યો હતો ત્યારે મને આ પ્રોપર્ટી પસંદ પડી ગઇ હતી અને મને ખરીદવાનો વિચાર આવી ગયો હતો જે મેં અમલમાં મુકી દીધો છે. બીજી તરફ અક્ષયકુમારે  મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં એક કમર્શિઅલ પ્રોપર્ટી વેચી છે. ૨૦૨૦માં તેણે એક કમર્શિઅલ ઓફિસ ૪.૮૫ કરોડમાં ખરીદી હતી. હવે તેણે તે આઠ કરોડ રુપિયામાં વેચી છે. આ ઓફિસ ૧૧૪૬ ચોરસ ફૂટ ક્ષેત્રફળ ધરાવે છે તેની સાથે બે કાર પાર્કિંગ પણ સામેલ છે.  અક્ષય કુમારે તાજેતરમાં જ બોરીવલી તથા અંધેરી સહિતના મુંબઈના વિસ્તારોમાં પ્રોપર્ટી સોદા કર્યા છે.