સુપરસ્ટાર મહેશ બાબુને મની લોન્ડરિંગ કેસમાં EDનું તેડું, જાણો શું છે મામલો
April 23, 2025

દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર મહેશ બાબુને EDએ સમન પાઠવી 27મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યો છે. હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ કંપનીઓ સૂર્યા ડેવલપર્સ અને સુરાના ગ્રુપના મની લોન્ડરિંગ કેસમાં મહેશ બાબુની પૂછપરછ કરવામાં આવશે. પ્રાથમિક જાણકારી અનુસાર મહેશ બાબુ આ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા પ્રોજેક્ટ્સનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને કંપની માટે વિજ્ઞાપનમાં કામ પણ કર્યું હતું. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આ કંપનીઓએ મહેશ બાબુને બેન્ક ખાતા સિવાય રોકડા રૂપિયા પણ આપ્યા હતા. આરોપ છે કે કંપનીઓએ મહેશ બાબુને અઢી કરોડ રૂપિયા રોકડા આપ્યા હતા. એવામાં EDના અધિકારીઓને આશંકા છે કે રિયલ એસ્ટેટ કંપનીએ કરેલી છેતરપિંડી અને આ રોકડ રકમનું કનેક્શન હોઈ શકે છે. સૂત્રો અનુસાર થોડા દિવસ પહેલા જ આ કેસમાં EDએ બંને રિયલ એસ્ટેટ કંપનીઓના ઠેકાણા પર દરોડા પાડયા હતા. જુબલી હિલ્સ, બોવેનપલ્લી, સિકંદરાબદમાં પણ દરોડા પડ્યા હતા. સાઈ સૂર્યા ડેવલપર્સનો માલિક સતીશ ચંદ્ર ગુપ્તા પર ગ્રીન મિડોઝ નામના પ્રોજેક્ટમાં ચૂક થવાનો આરોપ છે જેમાં મહેશ બાબુ બ્રાન્ડ એમ્બેસેડર હતો.
Related Articles
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન્ટ્રી થઈ
પ્રભાસની ફિલ્મ સ્પિરિટમાં દીપિકાની પણ એન...
May 03, 2025
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે રોમાન્ટિક ફિલ્મ કરશે
બાબિલ ખાન સિરિયસ રોલ કરીને કંટાળ્યો, હવે...
Apr 28, 2025
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમાન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે
કાર્તિક આર્યન અને ક્રિતી સેનન વધુ એક રોમ...
Apr 28, 2025
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટ...
Apr 26, 2025
એટલીની ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે મૃણાલ ઠાકુરની પસંદગી
એટલીની ફિલ્મમાં અલ્લુ અર્જુન સાથે મૃણાલ...
Apr 26, 2025
સૈફ અલી ખાનને હવે કતાર સેફ લાગ્યું, ત્યાં પ્રોપર્ટી ખરીદી
સૈફ અલી ખાનને હવે કતાર સેફ લાગ્યું, ત્યા...
Apr 23, 2025
Trending NEWS

કાશ્મીરમાં 1,000 થી વધુ મદરેસાઓને આગામી આદેશ સુધી...
03 May, 2025