સેન્સેક્સ 816 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 218 પોઈન્ટનું ગાબકડું
June 03, 2026
ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલીને કારણે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે કારોબાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મધ્યપૂર્વમાં ફરી એકવાર યુદ્ધના સંકેતો વચ્ચે બજાર ખુલતાની સાથે જ નબળાઈ જોવા મળી હતી અને જોતજોતામાં વેચવાલીનું દબાણ વધતા બંને ઇન્ડેક્સ નીચે સરકી ગયા હતા.
સમાચાર લખાય છે ત્યાં સુધીમાં, BSE Sensex ગઈકાલના બંધ ભાવ 74,649.84 ની સામે ઘટીને 73,833.75 ના દૈનિક નીચલા સ્તરે પહોંચી ગયો છે, જે આશરે 816 પોઈન્ટનો મોટો કડાકો દર્શાવે છે. બીજી તરફ, NSE Nifty 50 પણ ગઈકાલના બંધ ભાવ 23,483.55 ની સામે ઘટીને 23,265.25 ના સ્તરે આવી ગયો છે, જેમાં આશરે 218 પોઈન્ટનો ગાબડો નોંધાયો છે.
બજારમાં અચાનક આવેલા આ કડાકા પાછળ મુખ્યત્વે ચાર મોટા કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. સૌથી પહેલું કારણ નબળા વૈશ્વિક સંકેતો છે, જેમાં અમેરિકન બજારમાં જોવા મળેલી નબળાઈ અને એશિયન બજારોમાં સુસ્તીને લીધે ભારતીય બજાર પર દબાણ વધ્યું છે. આ ઉપરાંત, રોકાણકારોએ નફો વસૂલવાનું (Profit Booking) શરૂ કર્યું છે, જેના કારણે બજાર નીચે આવ્યું છે. ત્રીજું મહત્ત્વનું કારણ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં વધી રહેલો ભૂરાજકીય તણાવ છે, જેની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર થઈ રહી છે અને તેનાથી રોકાણકારોમાં ચિંતાનો માહોલ છે. અંતે, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવામાં વિલંબની શક્યતાઓને પગલે વિદેશી રોકાણકારો (FIIs) સાવચેતીભર્યું વલણ અપનાવીને વેચવાલી કરી રહ્યા છે, જેણે બજારનો મૂડ વધુ બગાડ્યો છે. બીજી બાજુ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાને સામ સામે હુમલા શરૂ કર્યાના અહેવાલ સામે આવી રહ્યા છે જેને લઈને રોકાણકારોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ હુમલાઓ હવે એકથી વધુ દેશને ભરડામાં લઈ રહ્યા છે.
બીજી બાજુ બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતો ફરી એકવાર ઊંચકાઈ હતી અને 97 ડૉલરને ક્રોસ કરી જતાં વિશ્વની ચિંતા વધી ગઈ છે. આ સાથે રૂપિયો પણ ડૉલર સામે ફરી નબળો થતો દેખાઈ રહ્યો છે. આરબીઆઈના રૂપિયાને મજબૂત કરવાના પ્રયાસો નિષ્ફળ થતા દેખાઈ રહ્યા છે. બે જ દિવસમાં રૂપિયો 95.03 ની સપાટીથી ફરી એકવાર 95.60ના હાઈ સુધી પહોંચી ગયો છે.
Related Articles
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી...
Aug 29, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026