શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં એકઝાટકે મોટો ઉછાળો
May 04, 2026
દેશના પાંચ રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલમ, આસામ, તમિલનાડુ અને પુડુચેરીમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોના દિવસે શેરબજારમાં તેજીનું વાવાઝોડું આવ્યું છે. આજે વહેલી સવારથી જ મતોની ગણતરી શરૂ થતા અને રાજકીય વલણો આવતાની સાથે જ શેરબજારમાં તેની સીધી અસર જોવા મળી હતી.
સેન્સેક્સ મોટો ઉછાળો
સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય ઈન્ડેક્સ શુક્રવારના બંધ સ્તર કરતા નોંધપાત્ર તેજી સાથે ઓપન થયા હતા. બજારના વિશ્લેષકો આ તેજી પાછળ ચૂંટણી પરિણામોથી ઊભી થનારી રાજકીય સ્થિરતાની આશાને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. શેરબજારના આંકડાઓની વાત કરીએ તો, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો Sensex શુક્રવારના 76,913 ના લેવલ સામે તેજી સાથે 77,257 પર ઓપન થયો હતો અને જોતજોતામાં મિનિટોની અંદર તે 830 પોઈન્ટ્સના ઉછાળા સાથે 77,746 ના સ્તરે પહોંચી ગયો હતો.
આવી જ સ્થિતિ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) Niftyમાં પણ જોવા મળી હતી, જે તેના અગાઉના 23,997 ના બંધ સ્તરથી વધીને 24,000 ની ઉપર ખુલ્યો હતો અને જોરદાર ગતિ પકડતા 24,245 ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો.
બજારમાં જોવા મળેલી આ તેજીમાં દિગ્ગજ કંપનીઓના શેરોએ મુખ્ય ફાળો આપ્યો હતો. લાર્જકેપ શેરોમાં Maruti (4.10%), HUL (3.95%), LT (2.50%), Asian Paints (2.40%) અને Adani Ports (2.35%) વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. માત્ર એટલું જ નહીં, પરંતુ બેંકિંગ સેક્ટરમાં પણ ભારે લેવાલી નીકળતા Axis Bank (1.80%), HDFC Bank (1.60%) અને SBI (1.30%) ના શેરોમાં પણ મોટો ઉછાળો નોંધાયો હતો. રોકાણકારો પરિણામોના દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે અને બજારમાં હજુ પણ વોલેટાલિટી રહેવાની શક્યતા છે.
આવી જ સ્થિતિ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) Niftyમાં પણ જોવા મળી હતી, જે તેના અગાઉના 23,997 ના બંધ સ્તરથી વધીને 24,000 ની ઉપર ખુલ્યો હતો અને જોરદાર ગતિ પકડતા 24,245 ના સ્તરે કારોબાર કરતો જોવા મળ્યો હતો.
કયા કયા શેર ઉછળ્યાં
બજારમાં જોવા મળેલી આ તેજીમાં દિગ્ગજ કંપનીઓના શેરોએ મુખ્ય ફાળો આપ્યો હતો. લાર્જકેપ શેરોમાં Maruti (4.10%), HUL (3.95%), LT (2.50%), Asian Paints (2.40%) અને Adani Ports (2.35%) વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. માત્ર એટલું જ નહીં, પરંતુ બેંકિંગ સેક્ટરમાં પણ ભારે લેવાલી નીકળતા Axis Bank (1.80%), HDFC Bank (1.60%) અને SBI (1.30%) ના શેરોમાં પણ મોટો ઉછાળો નોંધાયો હતો. રોકાણકારો પરિણામોના દરેક અપડેટ પર નજર રાખી રહ્યા છે અને બજારમાં હજુ પણ વોલેટાલિટી રહેવાની શક્યતા છે.
Related Articles
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026