પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી
April 08, 2026
મંગળવારે બપોર બાદ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં અચાનક હવામાન પલટાયું હતું અને વાવાઝોડા સાથે ત્રાટકેલા તોફાની વરસાદે ભારે તબાહી મચાવી છે. આ આકાશી આફતે કુદરતનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે, જેમાં અત્યાર સુધીના અહેવાલો મુજબ બે નિર્દોષ લોકોના મોત થયા છે. કુદરતી પ્રકોપને કારણે સમગ્ર તાલુકામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને મકાનો તેમજ ખેતીવાડીને મોટું નુકસાન પહોંચ્યું છે.
ભારે પવન અને ગાજવીજ સાથે આવેલા વરસાદને કારણે કાચા અને પાકા મકાનોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં ઉભો પાક જમીનદોસ્ત થઈ ગયો છે, જેનાથી ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે. મકાઈ, ઘઉં અને બાજરી જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેતરોમાં સંગ્રહિત ઘાસચારો પલળી જતાં પશુપાલકો પણ પોતાના પશુધનને લઈને ચિંતાતુર બન્યા છે.
તાલુકાના ધાંધલપુર, છોગાળા, સગરાડા, ખોજલવાસા, મંગલપુર અને સુરેલી જેવા ગામોમાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી છે. ભારે પવનને કારણે ડઝનબંધ વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી થયા છે. ધાંધલપુર ગામમાં પતરાના શેડ ઉડી જતાં મોટું નુકસાન થયું છે. અનેક મકાનો અને દુકાનોના પતરાં હવામાં ફંગોળાઈ જતાં લોકોએ પોતાની છત્રછાયા ગુમાવી છે.
વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ધાંધલપુર, સુરેલી, છોગાળા અને પાનમ ડેમ વિસ્તાર સહિતના ગામોમાં છેલ્લા 12 કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો બંધ છે, જેના કારણે હજારો લોકો અંધકારમાં રહેવા મજબૂર બન્યા છે. ધાંધલપુર ગામમાં જુની પંચાયતથી ચોપડાખુર્દ તરફ જવાનો માર્ગ ઝાડ અને વીજ થાંભલો પડવાના કારણે બંધ થઈ ગયો છે. ટીંબા ફળિયા પાસે અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેનાથી બાઈક અને ફોરવીલ ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે.
Related Articles
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જ...
Jun 22, 2026
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલસાડ-સુરતમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલ...
Jun 22, 2026
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો ક...
Jun 21, 2026
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે બે સંગઠનો આમનેસામને આવતા તંગદીલી
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ...
Jun 21, 2026
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહ...
Jun 20, 2026
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા બહાર કાઢ્યા
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્...
Jun 19, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
21 June, 2026
21 June, 2026