'મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે...' ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો
July 26, 2025
મહારાષ્ટ્રમાં મરાઠી વિરુદ્ધ હિન્દી વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે હવે સામન્ય લોકો વચ્ચે પણ આ ભાષા વિવાદને લઈને તણાવ અને ઝગડાનો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં, ટ્રેનમાં મહિલાઓ વચ્ચે મરાઠી વિરુદ્ધ હિન્દી ભાષાને લઈને થયેલી દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. એવામાં હવે મુંબઈની એક કોલેજની બહાર એક વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે. આ ઘટના એટલા માટે બની કારણ કે તેણે વોટ્સએપ ગ્રુપમાં અન્ય વિદ્યાર્થીઓને મરાઠીમાં વાત કરવાનું કહ્યું હતું. પરંતુ આ વાત બીજા વિદ્યાર્થીઓને પસંદ ન આવતા તેઓ હોકી અને લાકડીઓ લઈને તેને મારવા પહોંચી ગયા હતા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બધા જ વિધાર્થીઓ એક જ કોલેજના વોટ્સએપ ગ્રુપનો ભાગ હતા. જેમાંથી કેટલાક વિધાર્થીઓ હિન્દીમાં મેસેજ કરી રહ્યા હતા, ત્યારે અન્ય એક વિધાર્થીએ મરાઠીમાં જવાબ આપ્યો કે, 'મરાઠીમાં બોલો નહીતર રાજ ઠાકરે આવી જશે.' તાજેતરની ઘટનામાં વોટ્સએપ ગ્રુપ પર શરૂ થયેલી દલીલ બીજા દિવસે વધુ વકરી હતી. મંગળવારે સવારે લગભગ 10:30 વાગ્યે, વાશીની એક કોલેજની બહાર ચાર વિદ્યાર્થીઓએ મરાઠીમાં બોલવાની વાત કરનાર વિધાર્થીના માથા પર હોકી સ્ટિક વડે હુમલો કર્યો હતો, જેનાથી તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા આ ભાષા વિવાદ બાબતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકર્તાઓએ મરાઠી ભાષાનું અપમાન કરવાના આરોપમાં ઘણા લોકો પર હુમલા કર્યા છે. જેના ઘણા કિસ્સા સામે આવ્યા છે. જેમાં થાણેમાં એક દુકાનદાર અને નાંદેડમાં જાહેર શૌચાલયના કર્મચારી પરના હુમલાનો મામલો સામે આવ્યો હતો. એવામાં હવે વિધાર્થી પર હુમલાની ઘટનાએ રાજ્યમાં ભાષા અને ઓળખ સંબંધિત ચર્ચાને ફરી વેગ આપ્યો છે.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026
પ્રભાસ આ મહિને કલ્કિ ટુનું શૂટિંગ આગળ ધપાવશે
06 May, 2026