Breaking News :
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર ઉજવણી, દીપકેએ કહ્યું- ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે ધર્મેન્દ્ર પ્રધાનનું શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું, વિદ્યાર્થી આંદોલન સામે ઝૂકી કેન્દ્ર સરકાર કોમનવેલ્થ ગેમ્સ: પેરા પાવરલિફ્ટિંગમાં ઝાંડુ કુમારે જીત્યો બ્રોન્ઝ, આજે 5 રમતોમાં ભારતની કસોટી AI ડીપફેકથી મોદી-પીયૂષ ગોયલના નકલી વીડિયો વાયરલ, PIBએ ભ્રમ ફેલાવવાના પ્રયાસનો પર્દાફાશ કર્યો જમ્મુ-કાશ્મીરમાં હવામાન સુધરતાં 6 દિવસ બાદ અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા ફરી શરૂ, શ્રદ્ધાળુઓમાં ખુશી વાપીના રોયલ હબ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં દમણગંગાના પૂરથી ભારે તબાહી! 78 ગોડાઉનમાં 15 ફૂટ પાણી!

ગાંધીનગરમાં ‘Gen Z’નું સ્વયંભૂ આંદોલન શરૂ, પેપર લીક અને બેરોજગારી મુદ્દે યુવાનો રસ્તા પર

July 25, 2026

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના ‘Gen Z’ એટલે કે નવી પેઢીના યુવાનોએ પેપર લીક, બેરોજગારી અને શિક્ષણ ક્ષેત્રની અનિયમિતતાઓ સામે સ્વયંભૂ આંદોલન શરૂ કર્યું છે. આંદોલનની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તેમાં કોઈ રાજકીય પક્ષ કે જાણીતા નેતાનું નેતૃત્વ નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા યુવાનો મોટી સંખ્યામાં મેદાને ઉતરતાં સરકારની સાથે ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક બની ગઈ છે.

ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને વોટ્સએપ ગ્રૂપ જેવા ડિજિટલ પ્લેટફોર્મ આ આંદોલનનું મુખ્ય માધ્યમ બન્યા છે. સોશિયલ મીડિયા મારફતે યુવાનોને સત્યાગ્રહ છાવણી પહોંચવા માટે અપીલ કરવામાં આવી રહી છે, જ્યારે સરકારની નીતિઓ સામે હેશટેગ અભિયાન અને સતત ટિપ્પણીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોના વિવિધ પ્રશ્નો વચ્ચે હવે યુવાનોનો આક્રોશ પણ રાજ્ય સરકાર માટે નવી ચિંતાનો વિષય બન્યો છે.

ગુજરાતના શહેરી વિસ્તારોમાં યુવાનો લાંબા સમયથી ભાજપની મજબૂત વોટબેંક માનવામાં આવે છે. જોકે, કોઈ રાજકીય ચહેરા વગર મોટી સંખ્યામાં યુવાનોનું એકજૂથ થવું રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. આગામી ચૂંટણી પહેલાં યુવાનોની નારાજગી ભાજપને નુકસાન પહોંચાડી શકે તેવી ચર્ચાઓ પણ શરૂ થઈ છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ અને આઈબીની ટીમો સત્યાગ્રહ છાવણી તથા આસપાસના વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ, વિદ્યાર્થીઓ પર આડકતરી રીતે દબાણ લાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આંદોલનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને હોસ્ટેલ અને કોલેજમાંથી કાઢી મૂકવાની ચેતવણી આપવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.