કોંગ્રેસનો કડક નિર્ણય, ફોર્મ પાછાં ખેંચનારા 19 ઉમેદવારો 6 વર્ષ માટે સસ્પેન્ડ
June 03, 2026
ભુજઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટાંકણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે કોંગ્રેસે આકરા તેવર અપનાવી શિસ્તભંગનાં કડક પગલાં લીધાં છે. વર્ષ 2026ની તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા છતાં લોભ, લાલચ કે કોઈના દબાણ હેઠળ આવી પોતાના ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેનારા 19 ઉમેદવારોને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની સૂચના અનુસાર કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલે તમામ 19 ઉમેદવારોને પક્ષના પ્રાથમિક સભ્યપદેથી આગામી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.
પક્ષના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પક્ષ અને સ્થાનિક અગ્રણીઓએ ભરોસો મૂકીને ટિકિટ આપી હોવા છતાં ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછાં ખેંચી લેતાં પક્ષને મોટું રાજકીય નુકસાન થયું હતું અને મતદારો સાથે દ્રોહ થયો હતો. સસ્પેન્ડ કરાયેલા પંચાયત સ્તરના અગ્રણીઓમાં પચાણ સવા ચાવડા, હવાબાઈ ઓસમાણગની ખલીફા, લાલજી મંગલ માતંગ, હર્ષદ કરશન જરૂ, ધર્મેન્દ્રસિંહ એચ. જાડેજા, કાનાભાઈ ભુરાભાઈ બત્તા, લખીબેન શામજી વરચંદ, પુષ્પા નારણ ભુડિયા, દામજી કેશા સુંઢા અને જુણસ સાધિક સમાનો સમાવેશ થાય છે.
બીજી તરફ, અંજાર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પાછાં ખેંચી પક્ષને કટોકટીમાં મૂકનારા વિવિધ વોર્ડના 9 ઉમેદવારો સામે પણ શિસ્તભંગનાં પગલાં લેવાયા હતા. જેમાં તેજલબેન ચૌહાણ, ભાવનાબેન ગઢવી, સંગીતાબેન મોરન મહેશ્વરી, કલ્પનાબેન પંડિયા, સુનીલ સોરઠીયા, વિપુલ કનટીપા, પ્રવિણાબેન પ્રવિણભાઈ ટાંક, લીલાધર ટાંક અને હર્ષાબેન પ્રજાપતિને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026