ભારત અને રશિયાનું અર્થતંત્ર મૃત છે, અમારે તેમની સાથે વેપાર જ નથી કરવોઃ ટ્રમ્પ
July 31, 2025
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે. હવે તેમણે રશિયા અને ભારતના અર્થતંત્રને મૃત ગણાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ એ પણ સંકેત આપ્યા છે કે, કે અમેરિકા હવે આ બંને દેશ સાથે વધુ વેપાર કરવા માંગતું નથી. નોંધનીય છે કે, રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ અમેરિકાએ ભારત પર ટેરિફ લગાવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું,'મને કોઈ ફરક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે. મને ફક્ત એ જ ફરક પડે છે કે તે મળીને પોતાના મૃત અર્થતંત્રને કેવી રીતે નીચે લાવી શકે છે. અમે ભારત સાથે ખૂબ જ ઓછો વેપાર કર્યો છે કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે. રશિયા અને અમેરિકા પણ લગભગ કોઈ વેપાર કરતા નથી. ચાલો તેને આ રીતે જ રાખીએ.'
રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવ પર પ્રહાર કતરતા ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું 'રશિયાના નિષ્ફળ પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવ હજુ પણ પોતાને પ્રમુખ માને છે. તેણે પોતાના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ. તે ખૂબ જ ખતરનાક ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છે.'
ઉલ્લેખનીય છે કે,રશિયાના પૂર્વ પ્રમુખ દિમિત્રી મેદવેદેવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X પર લખ્યું હતું કે, 'અમેરિકાના પ્રખુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા સાથે અલ્ટિમેટમ ગેમ રમી રહ્યા છે અને આવા દ્રષ્ટિકોણ અમેરિકાને રશિયા સાથે યુદ્ધ તરફ દોરી શકે છે.
અમેરિકાએ ફરી એકવાર ભારત પર 25% ટેરિફ ઝીંક્યો છે. 30 જુલાઈના રોજ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'ભારત રશિયા પાસેથી ખૂબ જ મોટા પાયે શસ્ત્રો અને ઓઈલ ખરીદી રહ્યું છે. હાલ આખું વિશ્વ ઈચ્છે છે કે, રશિયા યુક્રેનમાં હુમલા કરવાનું બંધ કરે. આ બધું યોગ્ય નથી થઈ રહ્યું. આ માટે ભારતે પણ 25% ટેરિફ અને દંડ ચૂકવવો પડશે. આ નિયમ પહેલી ઓગસ્ટથી લાગુ થઈ જશે. આભાર. મેક અમેરિકા ગ્રેટ અગેઇન.'
Related Articles
શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સેન્સેક્સ-નિફ્ટીમાં એકઝાટકે મોટો ઉછાળો
શેરબજારમાં ચૂંટણીના પરિણામોની ઈફેક્ટ, સે...
May 04, 2026
પ.બંગાળ અને આસામમાં ભાજપને બહુમતી, તમિલનાડુમાં 'વિજયભવ', કેરલમમાં કોંગ્રેસ+ માટે ગુડ ન્યૂઝ
પ.બંગાળ અને આસામમાં ભાજપને બહુમતી, તમિલન...
May 04, 2026
ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ થયું સસ્તું
ચાંદીમાં રૂ.3,400નો મોટો કડાકો: સોનું પણ...
May 02, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 286 પોઈન્ટનો કડાકો, ક્રૂડ ઓઈલ 120 ડૉલરને પાર
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને ન...
Apr 30, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000ની નીચે સરક્યો
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધ...
Apr 28, 2026
સોના-ચાંદીમાં મોટો કડાકો! એકઝાટકે 6000 રૂપિયા સસ્તું થયું ચાંદી, સોનું પણ ગગડ્યું!
સોના-ચાંદીમાં મોટો કડાકો! એકઝાટકે 6000 ર...
Apr 23, 2026
Trending NEWS
01 May, 2026
30 April, 2026