ગુજરાતનો રાજકીય નકશો બદલાશે! લોકસભામાં 39 સાંસદ અને વિધાનસભામાં 273 ધારાસભ્યો થવાની શક્યતા
April 15, 2026
કેન્દ્ર સરકાર દ્વારા નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમ-2023ને લાગુ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જે આ બંને લાગું થશે તો ગુજરાતનો રાજકીય નકશો પણ બદલી જશે. ગુજરાતમાં લોકસભાની હાલ 26 બેઠક છે, જે વધીને 39 થઈ જશે. જ્યારે વિધાનસભાની 182 બેઠકનો આંકડો વધીને 273 સુધી પહોંચી શકે છે. બંનેમાં થનારા આ ફેરફારના કારણે કેટલીક જૂની બેઠકો રદ થઈ જશે, જ્યારે કેટલીક નવી બેઠકો અસ્તિત્વમાં આવશે. આ ઉપરાંત વર્તમાન બેઠકોમાં સમાવિષ્ટ વિસ્તારોમાં પણ મોટાપાયે ફેરફારો થશે.
નવા પરિસીમન અને મહિલા અનામત અધિનિયમની અમલવારી લોકસભાની વર્ષ 2029ની ચૂંટણી પહેલાં થાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. જાણકાર સૂત્રોના મતે આ નવા સીમાંકનના કારણે ગુજરાતમાં લોકસભાની હાલની 26 બેઠકોમાં નવી 13 બેઠકનો ઉમેરો થવાની શક્યતા છે. જ્યારે વિધાનસભાની 182 બેઠકમાં નવી 90 બેઠક ઉમેરાશે. કુલ બેઠકોમાં નવા અધિનિયમ હેઠળ 1/3 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે. એટલે કે ગુજરાતમાં લોકસભામાં 13 બેઠક અને વિધાનસભામાં 91 બેઠક મહિલાઓ માટે અનામત રહેશે.
સાથે સાથે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની અનામત બેઠકોમાં ફેરફાર થશે. ખાસ કરીને ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આ નવા પરિસીમન તથા મહિલા અનામતની અસરના મોટા ફેરફારો જોવા મળશે. રાજકીય ક્ષેત્રે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતની રાજ્યસભાની બેઠકોની સંખ્યા અત્યારે 11 છે. તેમાં પણ વધારો થશે.
Related Articles
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,000થી વધુ સ્વયંસેવકો દિવસ-રાત શ્રદ્ધાળુઓની સેવામાં
અંબાજી પદયાત્રા રૂટ પર ભક્તિનો માહોલ, 4,...
Sep 22, 2026
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026