રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી, 30 તાલુકામાં સિઝનનો વરસાદ 100%ને પાર
August 01, 2026
અમદાવાદઃ રાજ્યમાં વરસાદના ત્રીજા રાઉન્ડની જોરદાર એન્ટ્રી બાદ ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ 64.76 ટકા સુધી પહોંચ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ કચ્છમાં 20.67 ટકા, ઉત્તર ગુજરાતમાં 46.76 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 62.16 ટકા, સૌરાષ્ટ્રમાં 48.81 ટકા અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના 30 તાલુકાઓમાં સિઝનનો વરસાદ 100 ટકાથી વધુ નોંધાયો છે. તેમાં પાટણના સાંતલપુરમાં 111.23 ટકા, મહેસાણાના કડીમાં 115.19 ટકા, અમદાવાદના ધંધુકામાં 103.73 ટકા, ધોળકામાં 105.67 ટકા, માંડલમાં 107.40 ટકા અને વિરમગામમાં 114.40 ટકા વરસાદ નોંધાયો છે. ખેડામાં 101.28 ટકા, મહેમદાવાદમાં 135.17 ટકા, માતરમાં 109.25 ટકા, નડિયાદમાં 140.27 ટકા અને વસોમાં 120.38 ટકા વરસાદ પડ્યો છે. ઉપરાંત જૂનાગઢના માંગરોળમાં 109.74 ટકા, ભરૂચના નેત્રંગમાં 134.07 ટકા, તાપીના વાલોડમાં 110.96 ટકા અને ડોલવણમાં 122.51 ટકા વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લાના અંબિકામાં સૌથી વધુ 149.79 ટકા વરસાદ નોંધાયો છે. ઉપરાંત બારડોલીમાં 108.60 ટકા, કામરેજમાં 115.29 ટકા, ઓલપાડમાં 106.33 ટકા, પલસાણામાં 134.46 ટકા, સુરત શહેરમાં 104.99 ટકા અને ઉમરપાડામાં 104.63 ટકા વરસાદ નોંધાયો છે. નવસારીના ચીખલીમાં 122.11 ટકા, ખેરગામમાં 122.68 ટકા, નવસારીમાં 101.62 ટકા, વાંસદામાં 117.55 ટકા તેમજ વલસાડના કપરાડામાં 105.17 ટકા, પારડીમાં 106.75 ટકા, ઉમરગામમાં 128.04 ટકા અને વલસાડમાં 109 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાવાર આંકડા મુજબ નવસારીમાં 110.49 ટકા અને વલસાડમાં 102.25 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે સુરત જિલ્લામાં સિઝનનો વરસાદ 98.28 ટકા સુધી પહોંચ્યો છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026