કેનેડામાં ઈમિગ્રેશનના નવા નિયમોથી હજારો ભારતીયો મુશ્કેલીમાં મૂકાઈ શકે
February 26, 2025

નવી દિલ્હી : હંગામી રેસિડેન્સ, સ્ટડી પરમિટસ અને વર્ક પરમિટસ રદ કરવાનો ઈમિગ્રેશન અધિકારીઓને છૂટ આપતા નવા નિયમો દાખલ કર્યા હતા જે કેનેડા ગેઝેટ ટુમાં જાહેર થયા હતા.
નવા નિયમોથી ભારતીયો સહિત હજારો વિદેશી નાગરિકોને ફટકો પડશે. વિદ્યાર્થીઓ, નોકરી કરનારાઓ અને ટેમ્પરરી રેસિડેન્ટ વિઝિટર્સને નવા નિયમોથી પ્રતિકૂળ અસર થશે.
વિદેશમાં ઊચ્ચ અભ્યાસ કરવા ઈચ્છુક ભારતીય વિદ્યાર્થીઓની કેનેડા ટોચની પસંદ છે. કેનેડામાં ૪,૨૭,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેવું ભારતના વિદેશ મંત્રાલયના આંકડા કહે છે.
કેનેડાના નવા સુધારેલા નિયમોથી લગભગ ૭૦૦૦ ટેમ્પરરી રેસિડેન્ટ વિઝા, વર્ક પરમિટસ અને સ્ટડી પરમિટસ રદ થશે તેવું અહેવાલો જણાવે છે.
ભારતીયો સહિતના વિદેશીઓ જેમની પરમિટ રદ થઈ છે તેમને કેનેડામાં દાખલ થવા પર પ્રતિબંધ મૂકાઈ શકે છે અથવા કેનેડા છોડવું પડે તેવી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.
કેનેડામાં ૪,૨૭,૦૦૦ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે ૅછે તે ઉપરાંત લાખો પ્રવાસીઓ ભારતથી આવે છે. જે વિદેશીઓને નવા નિયમોની અસર થશે તેમને ઈમિગ્રેશન, રેફયુજીસ અને સિટિઝનશિપ કેનેડા (આઈઆરસીસી) એકાઉન્ટ અથવા ઈ-મેઈલથી જાણ કરવામાં આવશે.
કેનેડાએ નવા નિયમો દાખલ કર્યા હતા જે કેનેડા ગેઝેટ ટુમાં જાહેર કર્યા હતા. કેનેડામાં રહેતા વ્યક્તિઓના ટેમ્પરરી રેસિડેન્ટ ડોયકુમેન્ટસ રદ કરવાની અધિકારીઓને છૂટ અપાતા ભારતીયો સહિત તમામ વિદેશીએને પ્રતિકૂળ અસર થઈ શકે છે. કેનેડાના ઈમિગ્રેશન નિયમોમાં બદલાવને પગલે ઈમિગ્રેશનના બોર્ડર સર્વિસિસના અધિકારીઓને ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (ઈટીએ) અને ટેમ્પરરી રેસિડેન્ટવિઝાઓ રદ કરવાની સત્તા આપી છે જે કોઈ વ્યક્તી ઈટીએ અથવા ટીઆરપી ધરાવતો હોય અને તેના વર્તમાન સ્ટેટસમાં બદલાવ થાય અથવા તેની પાત્રતા નહીં રહે તો અધિકારીઓ તેના વિઝા રદ કરી શ કે છે.
કેનેડામાં જેટલો સમય રહેવાની છુટ મળી હોય તે પૂરો તયા પછી તે કેનેડા છોડી દેશે તેવો અધિકારીને ખાત્રી નહીં થાય તો અધિકારી વિઝા રદ કસરી શકે છે. જો વહીવટીતંત્રની કોઈ ભૂલના લ ીધે તેને વિઝા અથવા ઈટીએ અપાયો હોય તેની ઈમિગ્રેશન અથવા બોર્ડર અધિકારીને જાણ થાય તો તે અધિકારી વિઝા રદ કરી શ કે છે.
વિદ્યાર્થીઓએ અરજી કરી હોઈ અને તેમને વર્ક પરમિટ અથવા સ્ટડી પરમિટ આપવાનોે ઈન્કાર થયો હોય તેવા વિદ્યાર્થીઓના ઈમિગ્રેશન ડોક્યુમેન્ટસ પણ અધિકારીઓ રદ કસરી શકેછે તેવું નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે.
કેનેડામાં હંગામી ધોરણે વિઝિટર્સ, વર્કસ અથવા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો હોત તેવા વિદેશી નાગરિકોને ટેમ્પરરી રેસિડેન્ટસ ગણવામાં આવે છે. ધ ઈમિગ્રેશન એન્ડ રેફયુજી પ્રોટેકશન એક્ટ (ધ એકટ) એન્ડ ધ રેગ્યુલેશન્સ હેઠળની પાત્રતાના ધોરણોનું તમામ ટેમ્પરરી રેસિડેન્ટસ (ટીઆર)એ અનુપાલન કરવું પડે છે.
કેનેડામાં પ્રવેશ કરવા અને દેશનાં પ્રવાસ કરવા તમામ ટેમ્પરરી રેસિડેન્ટસિને ટીઆરવી અથવા ઈટીએ જરૂરી છે. ટીઆરવી એક સિંગલ એન્ટ્રી (એક જ વાર પ્રવેશવા) અથવા ૧૦ વર્ષ સુધી મલ્ટીપલ એન્ટ્રી (આવજાવ કરી શકે) માટે ટીઆરવી ઈસ્યુ કરી શકાય છે. જે દેશના પ્રવાસીઓને કેનેડામાં વિજાની જરૂરી નથી તેમ જ કેનેડા જવા ઈટીએ લેવું પડે છે. પ્રવાસીના પાસપોર્ટ સાથે ઈટીએને ઈલેક્ટ્રોનિકલી જોડવામાં આવે છે અને મલ્ટીપલ એન્ટ્રી માટે અન ે પાંચ વર્ષ સુધી અથવા પાસપોર્ટની મુદત પૂરી થાય. જે પણ પહેલું બને. ત્યાં સુધી માન્ય રહે છે.
Related Articles
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
Trending NEWS

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025

02 July, 2025