ગુજરાતમાં અતિભારે વરસાદનો ખતરો ટળ્યો, રાજ્યમાં ક્યાંય રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ નહીં
August 03, 2026
અમદાવાદમાં ગુજરાત પરથી અતિ ભારે વરસાદનો ખતરો ટળી ગયો છે અને રાજ્યમાં ક્યાંય રેડ, ઓરેન્જ કે યલો એલર્ટ આપવામાં આવ્યું નથી. ભારતીય હવામાન વિભાગના બુલેટિન અનુસાર આ અઠવાડિયા દરમિયાન માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે છાંટા પડવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા અપાતી ચેતવણીઓમાં રેડ એલર્ટનો ઉપયોગ ભારે તારાજી સર્જી શકે તેવા અત્યંત ભારે વરસાદની ચેતવણી માટે થાય છે, જેમાં પૂર કે ગંભીર હાલાત સર્જાઈ શકે છે અને પૂર, વીજળી કાપ, વાહનવ્યવહાર બંધ થવો તેમજ મોટું નુકસાન સામેલ છે અને તરત સુરક્ષિત સ્થાન પર જઈને જરૂરી દિશા-નિર્દેશોનું પાલન કરવાની સલાહ અપાય છે. ઓરેન્જ એલર્ટ અત્યંત ખરાબ હવામાન અને ભારે વરસાદની ચેતવણી માટે વપરાય છે, જેમાં રસ્તા બ્લોક થવા, પાણી ભરાવા કે વીજળી ગુલ થવા જેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે, જેથી અગાઉથી તૈયારી રાખવી, આવશ્યક સામાનનો સ્ટોક કરવો અને પ્રવાસથી બચવું જરૂરી બને છે.
યલો એલર્ટ હવામાન ખરાબ થવાનું હોવાથી સાવચેત રહેવા માટે અપાય છે, જેમાં મધ્યમથી ભારે વરસાદ, ભારે પવન કે વીજળી પડવાની સંભાવના હોય છે, જેમાં ગભરાવાની જરૂર નથી હોતી પરંતુ સતર્ક રહેવું પડે છે અને હવામાનની સ્થિતિ કેટલાક દિવસ સુધી ખરાબ રહી શકે છે જેના કારણે રોજિંદા કામ પર અસર પડી શકે છે. ગ્રીન એલર્ટનો અર્થ હવામાન એકદમ સ્વચ્છ કે સામાન્ય રહેશે અને કોઈ જોખમ કે ખતરો નથી તેવો થાય છે, જેમાં કોઈ વિશેષ સાવધાની રાખવાની જરૂર રહેતી નથી.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર આજે સવારે 6 થી 8 દરમિયાન રાજ્યના 34 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં ડાંગમાં સૌથી વધુ 0.34 ઇંચ, હાલોલમાં 0.24 ઇંચ, ધરમપુરમાં 0.24 ઇંચ, દાહોદમાં 0.20 ઇંચ, સુખસરમાં 0.20 ઇંચ અને ડેસરમાં 0.20 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026