ટ્રુડોએ રાજદ્વારી વિવાદ માટે ભારતને જવાબદાર ગણાવ્યું
October 15, 2024

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સરકારના એજન્ટો પર સિક્રેટ માહિતી એકઠી કરવાનો, ટાર્ગેટ કિલિંગ કરવાનો, કેનેડિયન નાગરિકોને ધમકાવવાનો અને હિંસામાં સામેલ કરવાનો આરોપ મૂક્યો છે. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ના પુરાવાઓને ટાંકીને, ટ્રુડોએ દાવો કર્યો હતો કે કેનેડામાંથી હાંકી કાઢવામાં આવેલા છ ભારતીય સરકારી એજન્ટો જાહેર સુરક્ષાને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.
ટ્રુડોએ એમ પણ કહ્યું કે કેનેડાએ આ બાબતો પર ભારત સરકાર સાથે કામ કરવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ભારતે દરેક વખતે મદદ કરવાનો ઇનકાર કર્યો. વાસ્તવમાં ટ્રુડો સરકાર દ્વારા મોકલવામાં આવેલા લેટર બાદ આ સમગ્ર મામલો ગરમાયો હતો.
લેટરમાં ભારતીય હાઈ કમિશનર અને અન્ય કેટલાક રાજદ્વારીઓને કેનેડિયન નાગરિકની હત્યામાં શંકાસ્પદ તરીકે નામ આપવામાં આવ્યાં હતાં. આ પછી કેનેડાએ ભારતના 6 રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું. તેના જવાબમાં ભારતે કેનેડાના કાર્યવાહક હાઈ કમિશનર સ્ટુઅર્ટ રોસ વ્હીલર સહિત 6 કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવા કહ્યું છે. જોકે કેનેડિયન નાગરિક વિશે માહિતી આપવામાં આવી નથી, પરંતુ તેને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સાથે જોડવામાં આવી રહી છે.
ટ્રુડોએ આ મુદ્દે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારર સાથે પણ વાત કરી છે. સોશિયલ મીડિયા પર આ માહિતી આપતાં તેમણે કહ્યું કે બંને નેતાઓએ તેમના નાગરિકોની સુરક્ષા અને કાયદાનું શાસન જાળવવાના મુદ્દા પર ચર્ચા કરી.
કેનેડાના પોલીસ કમિશનર માઈક ડુહેમે પણ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ અને અધિકારીઓએ તેમના પદનો દુરુપયોગ કર્યો છે અને ગુપ્ત રીતે ભારત સરકાર માટે માહિતી એકઠી કરી છે. આ માટે ભારતીય અધિકારીઓએ એજન્ટોનો ઉપયોગ કર્યો હતો. આમાંના કેટલાક એજન્ટોને ભારત સરકાર સાથે કામ કરવા માટે ધમકીઓ અને દબાણ કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે ભારત દ્વારા એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ દક્ષિણ એશિયાના લોકોને નિશાન બનાવવા માટે કરવામાં આવે છે. અમે ભારત સરકારના અધિકારીઓને આના પુરાવા આપ્યા હતા અને તેમને હિંસા રોકવા અને સહયોગ કરવાની અપીલ કરી હતી.
Related Articles
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
Trending NEWS

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025
05 July, 2025

05 July, 2025
05 July, 2025
05 July, 2025

05 July, 2025