વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં બળવો, ભાજપના મેન્ટેડવાળા પ્રમુખ-ઉપપ્રમુખને 19માંથી માત્ર 6 મત
October 04, 2024

વડોદરા : વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની ખેડૂતોની સહકારી સંસ્થા જિલ્લા સહકારી સંઘમાં તમામ 19 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં આજે બળવો થયો છે. વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાની વિવિધ કાર્યકારી તેમજ દૂધ મંડળીઓ સહિતની સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા વડોદરા જિલ્લા સહકારી સંઘની તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન તમામ 19 ડિરેક્ટર બિનહરીફ ચૂંટાયા હતા.
આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હોવાથી ભારતીય જનતા પાર્ટીએ ડિરેક્ટરોને સાંભળ્યા હતા. મોટાભાગના ડિરેક્ટરો વર્તમાન પ્રમુખ પ્રવીણ મણીભાઈ પટેલની તરફેણમાં હતા. પરંતુ ભાજપની આંતરિક જૂથબંધીને કારણે પ્રદેશ મોવડી મંડળે છોટાઉદેપુરના મુકેશભાઈ પટેલને પ્રમુખ તરીકે તેમજ સાધીના ચંદ્રકાંતભાઈ પટેલને ઉપ-પ્રમુખ તરીકે મેન્ડેટ આપ્યું હતો. પરંતુ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી શરૂ થાય તે પહેલા પ્રમુખ પદે પ્રવીણભાઈ પટેલે તેમજ ઉપપ્રમુખ તરીકે કૌશિકભાઈ પટેલે બળવો કરી ઉમેદવારી કરી હતી. કુલ 19 ડિરેક્ટરોમાંથી 13 ડિરેક્ટર હોય ભાજપના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરતા પ્રવીણભાઈ પ્રમુખ તરીકે તેમજ કૌશિકભાઈ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે રાજ્ય સહકારી સંઘના ડિરેક્ટર તરીકે બરોડા સેન્ટ્રલ બેન્કના પૂર્વ ચેરમેન અતુલ પટેલ, મંત્રી તરીકેનીઓ પટેલ તેમજ સહમંત્રી તરીકે રિતેશ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા.
Related Articles
ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિવસ મેઘો મંડાશે, મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ
ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિ...
Jul 23, 2025
સુરતમાંથી 26 કરોડની સોનાની દાણચોરી કરતું દંપતી ઝડપાયુંઃ CISF એ કરી ધરપકડ, DRI ઊંઘતી ઝડપાઈ
સુરતમાંથી 26 કરોડની સોનાની દાણચોરી કરતું...
Jul 23, 2025
6 કરોડનું દેવું થઈ જતા વડોદરામાં પરિવારે દવા ગટગટાવીને સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ
6 કરોડનું દેવું થઈ જતા વડોદરામાં પરિવારે...
Jul 22, 2025
મહેસાણા નજીક ખેરાલુ-સતલાસણા હાઈવે પર દર્દનાક અકસ્માત: પિતા-પુત્રનું મોત, 5 ઇજાગ્રસ્ત
મહેસાણા નજીક ખેરાલુ-સતલાસણા હાઈવે પર દર્...
Jul 22, 2025
ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જેલમાં રહેવું પડશે: જામીન અરજી પર સુનાવણી લંબાવાઈ
ચૈતર વસાવાની મુશ્કેલી વધી, હજુ 15 દિવસ જ...
Jul 22, 2025
Trending NEWS

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025