Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

અમદાવાદ પ્લેન ક્રેશમાં અમારો કોઈ હાથ નથી, તૂર્કીયેએ ફગાવ્યાં તમામ આરોપ

June 15, 2025

બોઇંગ 787-8ના મેન્ટેનન્સ માટે તુર્કિશ ટેકનિક જવાબદાર નથી

અમદાવાદ : અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન ગુરુવારે (12મી જૂન) ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં મૃતકાંક 278ને સ્પર્શી ગયો છે. આ વિમાન ક્રેશ થયા પછી એવી ચર્ચા થઈ હતી કે એર ઈન્ડિયાના વિમાનનું મેન્ટેનન્સ તુર્કીયેની કંપની પાસે હોવાથી, તેણે કોઈ ષડયંત્ર ઘડ્યું હોય. જો કે, આ અંગે તુર્કીયેની પ્રતિક્રિયા સામે આવી છે. તુર્કીયેના કોમ્યુનિકેશન ડિરેક્ટોરેટે 'X' પર પોસ્ટ કરીને લખ્યું 'તુર્કિશ ટેકનિક દ્વારા બોઈગ 787-8 પેસેન્જર વિમાનનું મેન્ટેનન્સ કરવામાં આવ્યો હોવાના તમામ દાવા ખોટા છે.'
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં તુર્કીયેની કંપનીનું નામ ચર્ચામાં આવતા તુર્કીયેના કોમ્યુનિકેશન ડિરેક્ટોરેટે 'X' પર પોસ્ટ કરીને લખ્યું 'અમદાવાદમાં ક્રેશ થયેલા બોઇંગ 787-8 વિમાનના મેન્ટેનન્સ તુર્કિશ ટેકનિક પાસે નહોતું. આવા તમામ દાવાઓ સંપૂર્ણપણે ખોટા છે. 2024-25માં એર ઈન્ડિયા અને તુર્કિશ ટેકનિક વચ્ચે થયેલા કરારો હેઠળ, ખાસ કરીને B777 પ્રકારના વાઇડ-બોડી વિમાનોનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. ક્રેશ થયેલ બોઈગ 787-8 ડ્રીમલાઇનર આ કરારમાં આવતું નથી.'


વધુમાં તેણે લખ્યું કે, 'જોકે અમને ખબર છે કે ક્રેશ થયેલા વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપની કરી રહી હતી, પરંતુ આ બાબતો પર ટિપ્પણી કરવી અમારા અધિકારક્ષેત્રની બહાર છે. અમદાવાદ વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ હતો. આ દુઃખની ઘડીમાં અમારી સંવેદના ભારતના લોકો સાથે છે.'


અહેવાલો અનુસાર, તુર્કીયેની કંપની તુર્કિશ ટેકનિક એક ગ્લોબલ એવિએશન સર્વિસ પ્રદાતા છે. કેટલીક ભારતીય એરલાઇન્સ પણ તેની સેવાઓ લે છે. આ કંપની એર ઈન્ડિયાના બોઈંગ 777નું મેન્ટેનન્સ કરતા હતા. જો કે, એર ઈન્ડિયા તુર્કીયેની કંપની તેમજ ભારતની એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ અને કેટલાક અન્ય દેશો દ્વારા પણ વિમાનોનું મેન્ટેનન્સ કરાવી રહી છે.