ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું
June 08, 2026
રાજ્યમાં લાંબુ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજ (આઠમી જૂન)થી અમદાવાદ સહિત રાજ્યની તમામ શાળાઓના દ્વાર ખુલી ગયા છે. છેલ્લા 35 દિવસથી શાંત પડેલા શાળાના કેમ્પસ સોમવારે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના હસતા ચહેરાઓ અને કિલ્લોલથી ગુંજી ઉઠ્યા હતા. રાજ્યની અંદાજે 54000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે.
નવા શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે શાળાએ પહોંચેલા અંદાજે 1.15 કરોડ બાળકોનું વિવિધ શાળાઓમાં પરંપરાગત અને ભારે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના પ્રવેશદ્વાર પર જ શિક્ષકોએ તિલક કરીને અને પુષ્પ આપીને વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક આવકાર્યા હતા. લાંબા વેકેશન બાદ પોતાના મિત્રો અને શિક્ષકોને ફરી મળવાનો અનોખો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળતો હતો.
સામાન્ય રીતે વેકેશન ખુલતાની સાથે જ શરૂઆતના દિવસોમાં બાળકો રડતા-રડતા શાળાએ જતા જોવા મળતા હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ રડવાના બદલે હસતા હસતા અને ભારે ઉત્સાહ સાથે શાળાના પ્રાંગણમાં પ્રવેશતા નજરે પડ્યા હતા. નવા સત્રના પહેલા દિવસથી જ શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પુસ્તકોના ભાર અને અભ્યાસના નવા લક્ષ્યાંકો સાથે શૈક્ષણિક આલમમાં ફરી એકવાર ગતિશીલતા અને જીવંતતા આવી ગઈ છે.
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
20 September, 2026
20 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026
19 September, 2026