50 હજારનો ઈનામી શાર્પશૂટર એન્કાઉન્ટરમાં ઠાર, સંજીવ જીવા અને મુખ્તાર ગેંગનો હતો સભ્ય
July 14, 2025
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના છપાર પોલીસ સ્ટેશન વિસ્તારના વિઝોપુરા ચાર રસ્તા પાસે રવિવાર મોડી રાત્રે SFT મેરઠ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં સંજીવ જીવા અને મુખ્તાર અંસારી ગેંગનો શાર્પ શૂટર શાહરૂખ પઠાણ કે જેના પર 50,000 રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું, તે માર્યો ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. યુપી STF ટીમ અને પોલીસ ઘણા લાંબા સમયથી તેને શોધતી હતી. STFને ઘણી વખત તેનું લોકેશન મળ્યું હતું પરંતુ દરેક વખતે તે પોલીસને ચકમો આપીને ભાગી જતો હતો. છપાર પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર રસ્તા પાસ જંગલમાં STF મેરઠ અને ગુનેગારોની વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. STFની ટીમને શાહરુખ પઠાનનું લોકેશન મળ્યું હતું. જેથી STFની ટીમે તેને પકડવા માટે ચારેય બાજુ નાકાબંધી કરીને ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન આરોપી તરફથી ફાયરિંગ શરુ કરવામાં આવ્યું હતું. જવાબી ફાયરિંગમા ખાલાપર મુઝફ્ફરનગરના રહેવાસી જરીફના પુત્ર કુખ્યાત ગુનેગાર શાહરુખ પઠાણનું STF ગોળીઓથી મોત થયું. પોલીસે તેની પાસેથી એક બ્રેજા કાર, એક પિસ્તોલ તેમજ બે રિવોલ્વર તેમજ કેટલાક જીવતા કારતૂસ અને ત્રણ ખોખા કારતૂસ પણ કબજે કર્યા હતા. આરોપી ગુનેગાર પર 50 હજારનું ઈનામ રાખવામાં આવ્યું હતું. શાહરુખ પઠાણ સંજીન જીવા અને મુખ્તાર અંસારી ગેંગના શાર્પ શૂટર હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે શાહરુખ પઠાણ સામે લૂંટ અને હત્યાના એક ડઝનથી વધારે ગુનાઓ નોંધાયેલા હતા. હાલમાં તે જામીન પર બહાર આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, લગભગ 6 મહિના પહેલા જામીન પર બહાર આવ્યા પછી હત્યાના કેસમાં સાક્ષી આપનારને ધમકાવીને જાનથી મારી નાખવાની કોશિશમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેની શોધમાં પોલીસની ટીમ લાગેલી હતી. લોકેશન મળતાં જ STFની ટીમે નાકાબંધી કરી હતી તે દરમિયાન તેણે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. જવાબી કાર્યવાહીમાં તે પોલીસની ગોળીઓથી માર્યો ગયો હતો.
Related Articles
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય:...
May 07, 2026
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના...
May 07, 2026
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી
બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હ...
May 07, 2026
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હે...
May 06, 2026
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર અંધાધૂંધ ફાયરિંગ અને બોમ્બમારામાં ત્રણ પોલીસકર્મી સહિત 5 લોહીલુહાણ
સંદેશખાલીમાં હિંસા ભડકી: સુરક્ષા દળો પર...
May 06, 2026
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માંથી 1 સાંસદ ઘૂસણખોર હોવાનું રાહુલ ગાંધીનું નિવેદન
વોટ ચોરીના ગંભીર આક્ષેપ: ભાજપના દર 6 માં...
May 06, 2026
Trending NEWS
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી...
06 May, 2026
હુમા કુરેશી આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
06 May, 2026