પાકિસ્તાનની જેલમાં 17 મહિનામાં 7 ભારતીય માછીમારો મોત
October 29, 2024
ગયા વર્ષે મે મહિનાથી સાત ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામ્યા છે, જેમાંથી એકના મૃત્યુનો તાજો કિસ્સો ત્રણ દિવસ પહેલા પ્રકાશમાં આવ્યો હતો. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હાલમાં કુલ 209 ભારતીય માછીમારો પાકિસ્તાનની કસ્ટડીમાં છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ માછીમારોમાંથી 181 તેમની છ મહિનાની સજા પૂર્ણ કરી ચૂક્યા છે અને ભારતે તેમની રાષ્ટ્રીયતાની પુષ્ટિ કરી છે. તેઓ હજુ પણ ભારત પરત મોકલવાની રાહ જોઈ રહ્યા છે. તેણે કહ્યું કે, તેમાંથી કેટલાક 2021થી પાકિસ્તાનની કસ્ટડીમાં છે.
સૂત્રોએ જણાવ્યું કે, 28 માછીમારો હજુ પણ પાકિસ્તાન તરફથી કોન્સ્યુલર એક્સેસની રાહ જોઈ રહ્યા છે. ભારતીય માછીમારના મોતનો તાજો કિસ્સો 25 ઓક્ટોબરે સામે આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, તેની ઓળખ હરિ તરીકે થઈ છે. જો કે, હજુ તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી.
સૂત્રોએ જણાવ્યું કે, સપ્ટેમ્બરમાં પણ સેરાશ નામના અન્ય એક ભારતીયનું પાકિસ્તાનની જેલમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે, સેરાશનો પાર્થિવ શરીર 11 ઓક્ટોબરે ભારત મોકલવામાં આવ્યો હતો, જ્યારે હરિનું શરીર મોકલવાનું બાકી છે. એક સૂત્રએ જણાવ્યું કે, 2023થી સાત ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામ્યા છે.
Related Articles
ઈરાનનો માસ્ટર પ્લાન, દરિયાઈ વેપાર પર મોટી અસર સંભવ
ઈરાનનો માસ્ટર પ્લાન, દરિયાઈ વેપાર પર મોટ...
Aug 07, 2026
બેંગકોક નજીક શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, શિક્ષક સહિત 6 લોકોના મોત
બેંગકોક નજીક શાળામાં વિદ્યાર્થીએ કર્યું...
Aug 07, 2026
મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે 'NATO' જેવી ડીલ
મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અ...
Aug 07, 2026
યમનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર હુથી ડ્રોન હુમલો, 13 ભારતીયો સહિત 14 લોકોને બચાવાયા
યમનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર હુથી ડ્ર...
Aug 05, 2026
અમેરિકાની ઈરાનને આખરી ચેતવણી, ટ્રમ્પે વિનાશક હુમલો ટાળી પરમાણુ કાર્યક્રમ પર અંકુશ માટે વાટાઘાટોની તક આપી
અમેરિકાની ઈરાનને આખરી ચેતવણી, ટ્રમ્પે વિ...
Aug 04, 2026
150 વર્ષનો રૅકોર્ડ તોડશે અલ-નીનો! અનેક દેશો પર હિટવેવ અને દુકાળનો ખતરો વધ્યો
150 વર્ષનો રૅકોર્ડ તોડશે અલ-નીનો! અનેક દ...
Aug 04, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026