બેંગકોક નજીક શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, શિક્ષક સહિત 6 લોકોના મોત
August 07, 2026
ગંભીર બંદૂક કાયદા છતાં હિંસાની ઘટનાઓ વધતાં ચિંતા
બેંગકોક : થાઇલેન્ડની રાજધાની બેંગકોક નજીક આવેલી એક શાળામાં શુક્રવારે (સાતમી ઓગસ્ટ) અંધાધૂંધ ગોળીબારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. નોન્થાબુરીના બાંગ ક્રુઇ જિલ્લામાં આવેલી ડેબસિરિન નોન્થાબુરી સ્કૂલમાં જ વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરતાં એક શિક્ષક સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના બાદ સમગ્ર દેશમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી વિગતો મુજબ હુમલાખોર વિદ્યાર્થી તે જ શાળામાં ધોરણ નવમા અભ્યાસ કરતો હતો, જેની ઉંમર આશરે 14 વર્ષની હોવાનું કહેવાય છે. શાળા ચાલુ હતી, આ દરમિયાન કેમ્પસમાં અચાનક ફાયરિંગનો અવાજ ગુંજી ઊઠ્યો હતો. ગોળીબાર થતાં જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી આવ્યા હતા.
હુમલાખોર વિદ્યાર્થીનું પણ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જો કે, તેણે પોતે ગોળી મારીને આપઘાત કર્યો છે કે, પછી પોલીસની વળતી કાર્યવાહીમાં તે માર્યો ગયો છે તે અંગે હજુ સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. ઈજાગ્રસ્ત થયેલા 15 લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. થાઇલેન્ડમાં બંદૂક સંબંધિત કાયદા ખૂબ જ કડક ગણાય છે અને ગેરકાયદે હથિયાર રાખવા બદલ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. આમ છતાં દેશમાં ગોળીબારની ઘટનાઓએ ચિંતા વધારી રહ્યા છે.
Related Articles
ઈરાનનો માસ્ટર પ્લાન, દરિયાઈ વેપાર પર મોટી અસર સંભવ
ઈરાનનો માસ્ટર પ્લાન, દરિયાઈ વેપાર પર મોટ...
Aug 07, 2026
મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે 'NATO' જેવી ડીલ
મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અ...
Aug 07, 2026
યમનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર હુથી ડ્રોન હુમલો, 13 ભારતીયો સહિત 14 લોકોને બચાવાયા
યમનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર હુથી ડ્ર...
Aug 05, 2026
અમેરિકાની ઈરાનને આખરી ચેતવણી, ટ્રમ્પે વિનાશક હુમલો ટાળી પરમાણુ કાર્યક્રમ પર અંકુશ માટે વાટાઘાટોની તક આપી
અમેરિકાની ઈરાનને આખરી ચેતવણી, ટ્રમ્પે વિ...
Aug 04, 2026
150 વર્ષનો રૅકોર્ડ તોડશે અલ-નીનો! અનેક દેશો પર હિટવેવ અને દુકાળનો ખતરો વધ્યો
150 વર્ષનો રૅકોર્ડ તોડશે અલ-નીનો! અનેક દ...
Aug 04, 2026
'ટ્રમ્પની હમાસ નિ:શસ્ત્રીકરણ યોજના નિષ્ફળ જ જવાની ઇરાન રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ મુંહતોડ જવાબ આપશે
'ટ્રમ્પની હમાસ નિ:શસ્ત્રીકરણ યોજના નિષ્ફ...
Aug 04, 2026
Trending NEWS
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026
05 August, 2026