Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ભિવંડીની કંપનીમાં કપડાંને ડાઇંગ કરતી વખતે આગ લાગી

November 08, 2025

મહારાષ્ટ્રના ભિવંડીમાં કપડાંને ડાઇંગ કરતી એક કંપનીમાં અચાનક આગ લાગી હતી. કાપડ વધારે પ્રમાણમાં હોવાથી આગ વધારે ફેલાઇ ગઇ હતી. બિલ્ડિંગના પહેલાં અને બીજા માળ પર ખૂબ જ આગ પ્રસરી ગઇ હતી. વધારે આગને કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટાં જોવા મળ્યા હતા. આગને કારણે આસપાસ લોકોમાં અફરા તફરી મચી જાવી પામી હતી. આ સાથે જ ફાયરબ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચીને આગને બૂઝાવવાનો પ્રયાસ કરવામા ંઆવી રહ્યો છે. 

મહારાષ્ટ્રના થાણેમાં આવેલા સારવાલી ગામની એક રંગાઇ કારખાનામાં શુક્રવારે સવારે ભીષણ આગ લાગી હતી.નગર નિગમના અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છ. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભિવંડી તાલુકાના સારવલી ગામમાં સ્થિત આ ફેક્ટરીમાં સવારે 9 વાગ્યાની આસપાસ આ આગ લાગવા પામી છે. અત્યાર સુધીમાં કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી.