2 વર્ષના રાજકારણ બાદ દિગ્ગજ નેતાની PM પદની રેસમાં એન્ટ્રી, રાહુલ ગાંધીનું વધ્યું ટેન્શન!
August 28, 2026
સર્વેમાં વડાપ્રધાન પદની પસંદગીમાં નરેન્દ્ર મોદી પ્રથમ સ્થાને, વિપક્ષી નેતૃત્વમાં મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ પાછળ રહ્યા
દિલ્હી : તમિલનાડુમાં TVK પ્રમુખ સી. જોસેફ વિજયના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ સમારોહના માત્ર 4 મહિના બાદ જ હવે રાષ્ટ્રીય રાજકારણમાં તેમનું કદ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયને રાજકારણમાં બહુ ઓછો સમય થયો હોવા છતાં, તાજેતરના ઇન્ડિયા ટુડે-CVoterના 'Mood of the Nation' સર્વેમાં તેમને દેશના સંભવિત વડાપ્રધાનના ચહેરા તરીકે 9.2 ટકા લોકોનું સમર્થન મળ્યું છે. આ સર્વે પરિણામો બાદ તેમના સમર્થકોએ તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાની માંગ શરૂ કરતાં સાથી પક્ષ કોંગ્રેસ માટે નવી રાજકીય ચિંતા ઊભી થઈ છે.
ઓગસ્ટ 2026માં થયેલા 'મૂડ ઓફ ધ નેશન' સર્વે અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 48.7 ટકા સમર્થન સાથે સૌથી મનપસંદ વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે મોખરે રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 27.1 ટકા સમર્થન સાથે બીજા સ્થાને રહ્યા છે. તમિલનાડુના મુખ્યમંત્રી અને TVKના સંસ્થાપક સી. જોસેફ વિજય 9.2 ટકા સમર્થન મેળવીને ત્રીજા સ્થાને પહોંચ્યા છે. વર્ષ 2024માં જ તમિલગા વેત્રી કઝગમ પક્ષની સ્થાપના કરનાર મુખ્યમંત્રી માટે આટલા ટૂંકા ગાળામાં દેશના પસંદગીના નેતાઓની યાદીમાં ત્રીજું સ્થાન મેળવવું રાજકીય દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
વિરોધ પક્ષોના ગઠબંધનનું નેતૃત્વ કોણે કરવું જોઈએ તે સવાલ પર પણ સર્વેમાં રસપ્રદ પરિણામો આવ્યા છે. આ યાદીમાં કોંગ્રેસ અગ્રણી 29 ટકા સમર્થન સાથે પ્રથમ સ્થાને રહ્યા, જ્યારે તમિલનાડુના મુખ્યમંત્રી 12.2 ટકા સમર્થન સાથે બીજા ક્રમે આવ્યા છે. આ મામલે તેમણે મમતા બેનર્જી , અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ જેવા અનુભવી રાષ્ટ્રીય નેતાઓને પાછળ છોડી દીધા છે. આ બાબત દર્શાવે છે કે તેમણે ટૂંકા સમયમાં જ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી લીધી છે.
સર્વેના પરિણામો જાહેર થયા બાદ થૂથુકુડી ખાતે TVK કાર્યકરો દ્વારા પોસ્ટરો લગાવીને વર્ષ 2029ની લોકસભા ચૂંટણી માટે પોતાના પક્ષપ્રમુખને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. આ પોસ્ટરો દ્વારા દક્ષિણ ભારતમાંથી વડાપ્રધાન બનાવવાની વાત પણ દોહરાવવામાં આવી છે. પક્ષના નેતાઓનો દાવો છે કે તમિલનાડુ સરકારની જનકલ્યાણકારી યોજનાઓને કારણે તેમની લોકપ્રિયતા ઉત્તર ભારતના રાજ્યોમાં પણ વધી છે. બીજી તરફ, કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2029ની ચૂંટણીમાં તેમના વરિષ્ઠ નેતા જ વડાપ્રધાન પદના ઉમેદવાર રહેશે અને રાજ્યના કોંગ્રેસ નેતાઓએ TVK હજુ પણ ફેન ક્લબની જેમ કામ કરી રહી હોવાનું જણાવ્યું છે.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026