17000 કરોડના લોન કૌભાંડ કેસમાં અનિલ અંબાણીની પૂછપરછ, થોડા દિવસ અગાઉ જ EDએ કરી હતી રેડ
August 05, 2025
આજે ઈડીએ રૂ. 17,000 કરોડના બેન્ક લોન કૌભાંડ મામલે રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણીની પૂછપરછ હાથ ધરી છે. તપાસ એજન્સીએ 1 ઓગસ્ટના રોજ સમન્સ જાહેર કરી આજે પોતાની નવી દિલ્હી ઓફિસમાં અનિલ અંબાણીને હાજર થવા આદેશ આપ્યો હતો. ઈડીના આસિસ્ટન્ટ ડિરેક્ટર રેન્કના અધિકારીના નેતૃત્વ હેઠળ પૂછપરછ તપાસ હાથ ધરાઈ છે. ડેપ્યુટી ડિરેક્ટર અને જોઈન્ટ ડિરેક્ટર રેન્કના અધિકારીની દેખરેખ હેઠળ પૂછપરછ થઈ રહી છે. ઈડીએ થોડા દિવસ પહેલાં જ અનિલ અંબાણી ગ્રૂપની 50 કંપનીઓ સાથે જોડાયેલા 35 સ્થળોએ દરોડા પાડ્યા હતાં. જ્યાંથી મહત્ત્વના દસ્તાવેજ, કોમ્પ્યુટર હાર્ડડ્રાઈવ સહિત અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કરવામાં આવ્યા હતાં. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આ મામલે 12થી 13 બેન્કોને રિલાયન્સ હાઉસિંગ ફાઈનાન્સ, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સને આપવામાં આવેલી લોન સંબંધિત વિગતો અને પ્રક્રિયા દર્શાવતો પત્ર લખ્યો છે. આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ઈડીએ 12થી 13 બેન્કો પાસે અનિલ અંબાણી રિલાયન્સ ગ્રૂપની કંપનીઓને ફાળવવામાં આવેલી લોનની વિગતો માગી છે. ઈડીએ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, યુકો બેન્ક અને પંજાબ એન્ડ સિંધ બેન્ક સહિતની બેન્કોને પત્ર લખ્યો હતો. આગામી સમયમાં સમન્સ પણ પાઠવી શકે છે. ઈડીની પ્રારંભિક તપાસમાં યસ બેન્કમાંથી રૂ. 3000 કરોડની ગેરકાયદે લોન ટ્રાન્સફરની જાણ થઈ હતી. ત્યારબાદ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લિમિટેડ સાથે જોડાયેલી રૂ. 14,000 કરોડની લોન ફ્રોડ વિશે પણ જાણકારી મળી હતી. 24 જુલાઈના ઈડીએ દિલ્હી અને મુંબઈમાં લગભગ ત્રણ દિવસ સુધી 35 સ્થળો પર દરોડા પાડ્યા હતાં. નાદારી નોંધાવી ચૂકેલા અનિલ અંબાણી પર સંકટના વાદળો ઘેરા બનતાં RAAGAના શેર્સ ધડામ થયા હતાં. રિલાયન્સ ઈન્ફ્રાથી માંડી રિલાયન્સ પાવરના શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. છેલ્લા પાંચ દિવસમાં રિલાયન્સ પાવરનો શેર 11 ટકા અને રિલાયન્સ ઈન્ફ્રાનો શેર 10 ટકા તૂટ્યો છે.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એ...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
Trending NEWS
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો......
01 May, 2026
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026