બરેલી હિંસા બાદ UPમાં મોટી કાર્યવાહી: મૌલાના તૌકીર રઝાને જેલ મોકલાયા, 40ની ધરપકડ, ઈન્ટરનેટ સેવા બંધ
September 27, 2025
બરેલી : ઉત્તર પ્રદેશના બરેલીમાં થયેલી હિંસા બાદ પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા છે કે, જિલ્લામાં 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ રાખવાના નિર્દેશો અપાયો છે. બીજી તરફ પોલીસે મૌલાના તૌકીર રઝાની ધરપકડ કરી હતી. મૌલાના તૌકીર રઝા સહિત આઠ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસે બરેલીમાં થયેલી હિંસાના સંદર્ભમાં 40 લોકોની અટકાયત કરી છે અને 2,000 જેટલા પથ્થરબાજો સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, પોલીસે હિંસા મામલે શહેરના પાંચ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં છ કેસ દાખલ કર્યા છે. કોતવાલી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા રમખાણ કેસમાં IMCના વડા મૌલાના તૌકીર રઝા ખાનનું નામ આરોપી તરીકે રાખવામાં આવ્યું છે, જ્યારે બાકીના કેસોમાં મૌલાનાના સમર્થકોનું નામ લેવામાં આવી રહ્યું છે. તપાસના આધારે, બારાદરી પોલીસે કૈફ એન્ક્લેવના રહેવાસી મેરેજ હોલ સંચાલક ફરહત અને તેના પુત્રનો પણ આ કેસમાં સમાવેશ કર્યો છે. આ વ્યક્તિઓએ ગુરુવાર રાતથી મૌલાનાને તેમના ઘરમાં આશ્રય આપ્યો હતો. હાલમાં, મૌલાના તૌકીર રઝાની પોલીસે ધરપકડ કરી છે.
Related Articles
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળની બિલ્ડિંગમાં આગ, 9મા માળથી 12મા માળ સુધીના 8 ફ્લેટ ખાખ થયા
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળ...
Apr 29, 2026
પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા ચુસ્ત સુરક્ષા વચ્ચે 142 બેઠકો પર મતદાન શરૂ
પશ્ચિમ બંગાળમાં શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચ...
Apr 29, 2026
ઓડિશામાં કાળજું કંપાવતી ઘટના: બેન્કે પુરાવા માંગતા ભાઈ બહેનનું હાડપિંજર લઈને પહોંચ્યો
ઓડિશામાં કાળજું કંપાવતી ઘટના: બેન્કે પુર...
Apr 29, 2026
હિન્દી બાદ બંગાળી, મરાઠી અને તેલુગુ દેશમાં સૌથી વધુ બોલાતી ભાષાઓ
હિન્દી બાદ બંગાળી, મરાઠી અને તેલુગુ દેશમ...
Apr 29, 2026
પટિયાલામાં રેલવે ટ્રૅક પર મોટો બ્લાસ્ટ, આતંકી ષડયંત્રનો પર્દાફાશ
પટિયાલામાં રેલવે ટ્રૅક પર મોટો બ્લાસ્ટ,...
Apr 29, 2026
વડાપ્રધાન મોદીના હસ્તે 4000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
વડાપ્રધાન મોદીના હસ્તે 4000 કરોડના વિકાસ...
Apr 29, 2026
Trending NEWS
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026