મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના: પુણેમાં ટ્રકે અનેક વાહનોને ટક્કર મારતા લાગી આગ, 8 લોકોના દાઝી જતા મોત
November 13, 2025
મહારાષ્ટ્રના પુણેના નવલે બ્રિજ પર ગુરુવારે (13 નવેમ્બર) એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં આઠ લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટના સતારા-મુંબઈ લેન પર સેલ્ફી પોઈન્ટ પાસે થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બે મોટા કન્ટેનર ટ્રક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા અને તેમની વચ્ચે એક કાર ફસાઈ ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા લોકો બહાર નીકળી શક્યા નહોતા. ટક્કર બાદ બંને ટ્રકોમાં તુરંત આગ લાગી ગઈ, જેના કારણે આખી કાર પણ બળીને રાખ થઈ ગઈ હતી. આ ભીષણ અકસ્માતમાં ફસાયેલા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ બચાવ અભિયાન શરૂ કરાયું છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પુણે પોલીસે જણાવ્યું કે, આ અકસ્માતમાં આશરે આઠ જેટલા વાહનો અથડાયા છે.
ઘટનાને નજરે જોનારાઓએ અકસ્માતને ભયાનક ગણાવ્યો છે. ટક્કરના કારણે વાહનોના ફુરચા ઉડી ગયા હતા અને બ્રિજ પર લગભગ ચાર જગ્યાએ વાહનો એકબીજાને અથડાયા હતા. પોલીસે જણાવ્યું કે, અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે. જોકે, પ્રાથમિક તપાસમાં સંકેત મળ્યો છે કે, એક ટ્રકના બ્રેક ફેઈલ થવાને કારણે આ ભયાનક દુર્ઘટના થઈ હોઈ શકે છે.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026