દિલ્હી ફરી કલંકિત, 16 વર્ષની સગીરા પર 47 કિ.મી. સુધી સ્લીપર બસમાં દુષ્કર્મ
August 31, 2026
દેશની રાજધાની દિલ્હી ફરી એકવાર કલંકિત થઇ છે. નોઇડાથી દિલ્હી વચ્ચે દોડતી એક સ્લીપર બસમાં 16 વર્ષની સગીરા પર બસના ડ્રાઇવર અને કંડક્ટરે ગેંગરેપ આચર્યાની ભયાનક ઘટના સામે આવી છે. 47 કિલોમીટર સુધી ચાલતી બસમાં સગીરા પર અત્યાચારનો ખુલાસો થયા બાદ પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના 4 ઓગસ્ટની રાત્રે બની હોવાનું સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશના મૈનપુરીની રહેવાસી અને 11મા ધોરણમાં ભણતી 16 વર્ષની સગીરા પોતાના ઘરના સભ્યોથી નારાજ થઈને નોઇડામાં રહેતા પિતરાઈ ભાઈના ઘરે જવા નીકળી હતી. ભારે વરસાદ અને અંધારાના કારણે સગીરા ભૂલથી નોઇડાના પરી ચોક ખાતે ઉતરી ગઈ હતી. ત્યાંથી પસાર થઈ રહેલી એક ખાલી સ્લીપર બસના ડ્રાઇવર અને કંડક્ટરે તેને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું કહીને બસમાં બેસાડી લીધી હતી.
બસ સુરજપુર વર્કશોપમાંથી રિપેરિંગ કરાવીને કાશ્મીરી ગેટ તરફ જઈ રહી હતી. પરી ચોકથી કાશ્મીરી ગેટ સુધીના 47 કિલોમીટરના મુસાફરી દરમિયાન બસના ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંતોષે સગીરા સાથે અશ્લીલ હરકતો કરી સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. વિરોધ કરવા પર સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. બસ સ્લીપર હોવાથી અને તેના કાચ પર પડદા લાગેલા હોવાથી બહારના લોકોને અંદર થઈ રહેલી ઘટનાની જાણ થઈ શકી નહોતી.
દરિંદગી આચર્યા બાદ બંને આરોપીઓ મોડી રાત્રે સગીરાને કાશ્મીરી ગેટ બસ સ્ટેશન નજીક રિંગ રોડ પર છોડીને ભાગી ગયા હતા. ગભરાયેલી સગીરાએ હિંમત કરીને કાશ્મીરી ગેટ પોલીસ સ્ટેશન પહોંચીને પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026