અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ નજીક ગોળીબાર, ઈઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીની હત્યા

May 22, 2025

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં Jewish મ્યૂઝિયમ પાસે થયેલા ગોળીબારમાં ઈઝરાયલના દૂતાવાસના બે કર્મચારીઓના મોત નિપજ્યા છે. આ ગોળીબાર જે મ્યુઝિયમની બહાર કરવામાં આવ્યો, ત્યાં એક કાર્યક્રમ થઈ રહ્યો હતો, જેનું આયોજન અમેરિકન Jewish સમિતિએ કર્યું હતું. FBI ની જોઇન્ટ ટેરેરિઝમ ટાસ્કફોર્સ આ ઘટનાની તપાસ કરી રહી છે. 

હોમલેન્ડના સિક્યોરિટી વિભાગના મંત્રી ક્રિસ્ટી નોએમે જણાવ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં Jewish મ્યૂઝિયમ પાસે ઈઝરાયલ દૂતાવાસના બે કર્મચારીઓના મોત નિપજ્યા છે. અમે સક્રિયતાથી આ વિશે તપાસ કરી રહ્યા છીએ અને આ સંબંધિત અન્ય જાણકારી મળતા જાહેર કરવામાં આવશે. પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરીએ છીએ અને હત્યારાઓને જલ્દી જ ન્યાયના કઠેડામાં લાવીને ઊભા રાખીશું.