બલૂચિસ્તાન બાદ સિંધ પ્રદેશના લોકોએ કરી આઝાદીની માગ, સેનાના કાફલાને રોક્યો

May 21, 2025

ભારત સાથે સંઘર્ષમાં ફસાયેલા પાકિસ્તાનને તેના ઘરેલુ મોરચે વધુ એક ખરાબ સમાચાર મળ્યા છે. પાકિસ્તાનમાં બલોચ પછી હવે સિંધ ક્ષેત્રમાં પણ આઝાદીની માંગ ઉઠવા લાગી છે. સિંધમાં ઘણા લોકોએ પોતાના અધિકારો અને સ્વતંત્રતાની માંગણી માટે આંદોલન શરૂ કર્યું છે. સિંધુ રાષ્ટ્રની હિમાયત કરતા એક મોટા જૂથે તાજેતરમાં જ મોટા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો કર્યા. આમાં ગુમ થયેલા સિંધી રાષ્ટ્રવાદીઓની મુક્તિની માંગ કરવામાં આવી હતી. 

આ સમય દરમિયાન માનવ અધિકારોનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. સિંધ પ્રાંતમાં સ્વતંત્રતાની માંગ બલુચિસ્તાનની જેમ જ તીવ્ર બની છે. સિંધ પ્રાંતમાં સ્વતંત્રતાની માંગ વધુ તીવ્ર બની છે. જય સિંધ સ્વતંત્રતા ચળવળે શાંતિપૂર્ણ ધરણાનું આયોજન કર્યું. આ પ્રદર્શન દરમિયાન ગુમ થયેલા અને જેલમાં બંધ રાષ્ટ્રવાદીઓની મુક્તિની માંગ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ સિંધ અને બલુચિસ્તાનમાં થઈ રહેલા માનવાધિકાર ઉલ્લંઘનને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાની હાકલ કરી હતી.