ગાઝા શાંતિ સમિટ માટે PM મોદીને આમંત્રણ
October 12, 2025
ગાઝા : મધ્ય પૂર્વમાં ગાઝા સંઘર્ષ પર લાંબા સમયથી ચાલી રહેલી શાંતિ પ્રક્રિયાના ભાગરૂપે, ઇજિપ્તના પ્રમુખ ફરાહ અલ સિસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાંતિ સમજૂતી પર હસ્તાક્ષરના કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ મોકલ્યું છે. આ શાંતિ શિખર સંમેલન ઇજિપ્તના જાણીતા રિસોર્ટ શહેર શર્મ અલ શેખમાં યોજાઈ રહ્યું છે, જે આંતરરાષ્ટ્રીય બેઠકો માટે જાણીતું છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વભરના લગભગ 20 જેટલા નેતાઓ આ સમારોહમાં ભાગ લેવાના છે. જોકે, વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઇજિપ્ત જશે કે કેમ તે હજી સ્પષ્ટ થયું નથી. હાલમાં, ભારત તરફથી વિદેશ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ઇજિપ્ત જશે તેવું પહેલાથી જ નક્કી છે. ભારતે હંમેશા શાંતિ અને સંયમનું સમર્થન કર્યું છે. ભારત ઈઝરાયલ અને પેલેસ્ટાઇન બંને સાથે સારા સંબંધો રાખે છે. જેના માટે ભારતનું આ શાંતિ પ્રક્રિયામાં ભાગ લેવું મહત્ત્વનું છે.
ગાઝામાં લાંબા સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે હજારો લોકોના મોત થયા છે અને ભારે વિનાશ થયો છે. હવે બંને પક્ષો વચ્ચે શાંતિ કરાર પર ઔપચારિક રીતે હસ્તાક્ષર થવાના છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ માટે 20 સૂત્રીય યોજના રજૂ કરી છે. જેમાં મુખ્યત્વે યુદ્ધવિરામ, સેના પાછી ખેંચવી, બંધકોની મુક્તિ અને ગાઝામાં લાંબા સમય સુધી સ્થાયી શાંતિ જાળવી રાખવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. હમાસે આ પ્લાનને માનવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હમાસના નેતાઓએ તેને 'હાસ્યાસ્પદ' જણાવ્યું છે. હમાસનું કહેવું છે કે, તે પોતાના હથિયાર હેઠાં નહીં મૂકે અને ન તો ગાઝા છોડીને જશે. હમાસને લાગે છે કે, આ કરાર તેના માટે નુકસાનકારક છે. ઈઝરાયલના પ્રમુખ નેતન્યાહૂ પણ આ કરારને લઈને સંપૂર્ણપણે આશ્વત નથી. તેમની પણ અમુક શરતો છે અને તે ઈચ્છે છે કે, હમાસ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય બની જાય.
Related Articles
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી
મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત...
Jul 06, 2026
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ
મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદન...
Jul 06, 2026
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના
પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પ...
Jul 06, 2026
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો
વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભાર...
Jul 06, 2026
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડ...
Jul 06, 2026
બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર, ગુજરાત...
Jul 06, 2026
Trending NEWS
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026