કોલકાતા-મરાઠાવાડામાં આભ ફાટ્યું, મૃત્યુઆંક 18 થયો, હજુ અનેક ગુમ
September 24, 2025
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રાતોરાત ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે આખુ શહેર અને આસપાસના વિસ્તારો થંભી ગયા હતા. દરમિયાન વરસાદની વિવિધ ઘટનાઓમાં 10 લોકો માર્યા ગયા હતા. જેમાં નવ લોકો વીજ કરંટને કારણે માર્યા ગયા હતા. બીજી તરફ મહારાષ્ટ્રના મરાઠાવાડામાં પણ ભારે વરસાદ પડયો છે, સમગ્ર વિસ્તારમાં વરસાદની વિવિધ ઘટનાઓમાં આઠ લોકો માર્યા ગયા હતા. ચોમાસુ વિદાય લઇ રહ્યું છે એવા સમયે જ કોલકાતાને વરસાદે ધમરોળ્યું હતું.
કોલકાતામાં માત્ર 24 કલાકમાં જ 250 મીમીથી વધુ વરસાદ પડયો હતો જે 1986 પછી આટલા ઓછા સમયમાં પડેલો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે. જ્યારે 137 વર્ષ પછી એક જ દિવસમાં છઠ્ઠી વખત આટલો વરસાદ પડયો છે. આ પહેલા કોલકાતામાં 1978 માં 369 મીમી વરસાદ નોંધાયો હતો. રાતોરાત આટલો વરસાદ પડતા કોલકાતા જાણે થંભી ગયું છે, મેટ્રો ટ્રેન અટકી ગઇ છે, અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે. ઠેરઠેર જળબંબાકારને કારણે જનજીવન ખોરવાઇ ગયું હતું. દરમિયાન વીજળીના અર્થિંગને કારણે જ નવ લોકો માર્યા ગયા હતા.
સ્થિતિને ધ્યાનમાં રાખીને બંગાળ સરકારે કોલકાતામાં દુર્ગા પૂજા પહેલા જ શાળાઓ-કોલેજોમાં રજાઓ જાહેર કરી દીધી છે. એક જ સમયે આટલો ધોધમાર વરસાદ પડતા મુખ્યમંત્રી મમતા બેનરજી પણ આશ્ચર્યમાં મુકાયા હતા, તેમણે કહ્યું હતું કે મે અગાઉ ક્યારેય પણ આવો વરસાદ નથી જોયો, આઠ લોકો કોલકાતામાં જ્યારે બે લોકો ૨૪ પરગાણસમાં માર્યા ગયા છે.
વીજળી પુરી પાડતી ખાનગી કંપની સીઇએસસીએ પીડિતોને પાંચ લાખનું વળતર આપવું જોઇએ. હું કોલકાતાના મેયર, રાજ્યના મુખ્ય સચિવ, વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છું. ફરક્કા બેરેજની યોગ્ય રીતે સફાઇ નથી થતી જેને કારણે દર વખતે જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મુંબઇ, દિલ્હી દરેક જગ્યાએ વરસાદ પડે છે ત્યારે પાણી ભરાઇ જાય છે. આ વખતે વરસાદ થોડો અસામાન્ય છે.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026