આમને જ સીએમ બનાવી દો, પૂર પીડિતોને મળવા પહોંચેલા અજિત પવાર ખેડૂતો પર ભડક્યાં
September 26, 2025
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અવાર-નવાર વિવાદોમાં રહે છે. ત્યારે ફરી એકવાર તે વિવાદોમાં ઘેરાયા છે. તાજેતરમાં જ તે મહારાષ્ટ્રના પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ખેડૂતો સાથે નુકસાન વિશે વાત કરી. ખેડૂતો સાથે વાત કરતી વખતે અજિત પવારે કંઈક એવું કહ્યું જેનાથી હવે વિપક્ષ મુદ્દો બની ગયો છે.
મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ખેડૂતોને મળવા માટે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર મરાઠવાડા ગયા હતા. આ દરમિયાન ખેડૂતે તેમને લોન માફી અંગે સવાલ પૂછ્યો, જેનાથી અજિત પવાર ગુસ્સે થઈને કહ્યું કે, 'આમને જ મુખ્યમંત્રી બનાવી દો! શું તમને લાગે છે કે અમે અહીં રમત રમવા આવ્યા છીએ?' આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે, જેને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીનો આ વીડિયો સામે આવ્યા પછી, વિપક્ષે તેમની આકરી ટીકા કરી રહ્યા છે. જોકે, તેમણે આ આરોપને ગેરસમજ ગણાવીને ફગાવી દીધો. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સંજય રાઉતે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર પર પણ નિશાન સાધ્યું છે. તેમમે કહ્યું કે, 'આ અજિત પવારની શૈલી નથી, પરંતુ ઘમંડ છે.'
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં 20મી સપ્ટેમ્બરના રોજ મરાઠવાડામાં ભારે વરસાદ અને સહાયક નદીઓના કારણે વ્યાપક નુકસાન થયું હતું. મહારાષ્ટ્રમાં આવેલા પૂરમાં ઓછામાં ઓછા નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત મરાઠવાડામાં છત્રપતિ સંભાજીનગર, જાલના, લાતુર, પરભણી, નાંદેડ, હિંગોલી, બીડ અને ધારાશિવ જિલ્લાઓ હાલમાં પૂરથી પ્રભાવિત છે.
Related Articles
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના મંદિરમાં ભીષણ આગ, ભક્તોને ધ્રાસ્કો પડ્યો
ઉત્તરાખંડના બાગેશ્વરમાં હજારો વર્ષ જૂના...
Oct 17, 2026
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે CEC જ્ઞાનેશ કુમારે અનેક અધિકારીઓની બદલી કરી
ચૂંટણી પંચમાં ઉથલપાથલ, વિરોધ-વંટોળ વચ્ચે...
Oct 17, 2026
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથી દૂર ન રાખી શકીએ..', સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન
'ઈન્ટરનેટ મૌલિક અધિકાર, બાળકોને પણ તેનાથ...
Oct 17, 2026
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પરના પ્રતિબંધ હટાવ્યા, ભારત માટે દશેરાએ દિવાળી, 100% ટેરિફ ટળ્યો
વોશિંગ્ટનમાં ટ્રંપે રશિયન તેલની ખરીદી પર...
Oct 17, 2026
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા ધ્રુજી, 04:37 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ
હિમાચલ પ્રદેશના શિમલામાં વહેલી સવારે ધરા...
Oct 17, 2026
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખાબકી, કોટામાં 8ના મોત, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચીસાચીસ મચી
ખાટુશ્યામ જતાં શ્રદ્ધાળુઓની બસ ખાડામાં ખ...
Oct 17, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026