મહેસાણાના પરિવારને અમેરિકામાં ઘૂસણખોરી ભારે પડી, કેલિફોર્નિયાના દરિયામાં ગુમ માહી પટેલનો મૃતદેહ મળ્યો
May 31, 2025
વિદેશ જવાની લ્હાયમાં ગુજરાતીઓ કોઈ પણ હદે જઈ શકે છે. ત્યારે મહેસાણાના પરિવારને અમેરિકામાં ઘૂસણખોરી ભારે પડી છે. બે અઠવાડિયા અગાઉ મહેસાણાના આનંદપુરા ગામના એક પરિવારને મેક્સિકોથી અમેરિકા જવા માટે હોડીમાં સવાર થયા હતા. પરંતુ હોડી સેન ડિએગો કિનારે પલટી જતાં બે બાળકોના મૃત્યુ નીપજ્યા છે. જેમાંથી 10 વર્ષીય પુત્ર પ્રિન્સનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે 16 દિવસ બાદ 14 વર્ષીય માહી પટેલ (પુત્રી) નો મૃતદેહ કેલિફોર્નિયાના દરિયામાંથી મળી આવ્યો છે. જ્યારે તેના માતા-પિતા હજી પણ હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી એક હજી કોમામાં છે. મહેસાણા જિલ્લાના પટેલ પરિવારે ઘૂસણખોરોને ₹ 2.60 કરોડથી વધુ ચૂકવ્યા હતા.
ગત 21મેના રોજ ટોરે પાઇન્સ સ્ટેટ બીચ (સેન ડિએગોના) પરથી એક રાહદારીને માહીના અવશેષો મળ્યા હતા. ગુરુવારે કેલિફોર્નિયા સ્ટેટ પાર્ક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, ડીએનએ ટેસ્ટ દ્વારા તેની ઓળખની પુષ્ટિ થઈ હતી. સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સીના ઓફિશયલ દસ્તાવેજો અનુસાર મૃતક 5મેના રોજ ડેલ માર બીચ પર પલટી ગયેલી પાંગા (નાની માછીમારી બોટ) માંના મુસાફરોમાંથી એક હતી. 21મેના રોજ એક રાહદારીને ટોરે પાઈન્સ સ્ટેટ બીચ પરથી માનવ અવશેષો મળ્યા અને તેણે સ્થાનિક એજન્સીનો સંપર્ક કર્યો હતો. જોકે મૃત્યુનું કારણ અને રીત અંગે વધુ તપાસ ચાલુ છે.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026