મુંબઈ ઈન્ડિયન્સની સતત ચોથી હાર, પંજાબ કિંગ્સને 7 વિકેટથી મળી શાનદાર જીત
April 16, 2026
આઈપીએલ 2026નો 24મો મુકાબલો ગુરુવારે (16 એપ્રિલ) મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયો હતો. જેમાં પંજાબ કિંગ્સને 7 વિકેટથી શાનદાર જીત મળી. આ મેચ વાનખેડે મેદાન પર રમાયો. જ્યાં ટોસ જીતીને પંજાબ કિંગ્સે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પહેલીવાર ક્વિંટન ડિકોકને પ્લેઈંગ 11માં મોકો મળ્યો હતો. આ મેચમાં ડિકોકે 53 બોલમાં સદી ફટકારી હતી. તેની ઈનિંગના દમ પર મુંબઈએ 195 રન બનાવ્યા હતા. પરંતુ પંજાબે 196 રનનો ટોટલ 17મી ઓવરમાં જ ચેજ કરી લીધો. પંજાબની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે. પંજાબની ટીમ આ સીઝનની અત્યાર સુધીની એકપણ મેચ નથી હારી.
પંજાબ કિંગ્સના સલામી બેટર પ્રભસિમરન સિંહ અને શ્રેયસ અય્યરે 139 રનની શાનદાર ભાગીદારી કરી. પરંતુ તેમણે કોઈ પાર્ટનરશિપનો નહીં પરંતુ વ્યક્તિગત રીતે મોટો રેકોર્ડ બનાવ્યો છે. પ્રભસિમરન સિંહ 25 વર્ષની ઉંમર સુધી પંજાબ કિંગ્સ માટે સૌથી વધુ 50+ સ્કોર કરનારા બેટર બની ગયા છે. આ તેમની પંજાબ માટે 10મી એવી ઇનિંગ રહી જેમાં તેમણે 50 કે તેનાથી વધુ રન બનાવ્યા હોય. તેમણે ડેવિડ મિલર (9)નો રેકોર્ડ તોડ્યો.
બીજી તરફ શ્રેયસ અય્યરે પોતાના લાંબા અને વિશાળ IPL કરિયરમાં પહેલીવાર વાનખેડે મેદાન પર અડધી સદીની ઇનિંગ રમી છે. 2015માં ડેબ્યૂ બાદ શ્રેયસ વાનખેડે મેદાનમાં 9 ઇનિંગમાં બેટિંગ કરી ચૂક્યા હતા, પરંતુ ક્યારેય ફિફ્ટી નહોતા ફટકારી શક્યા. અંતે 11 વર્ષની રાહ બાદ તેમણે ફિફ્ટી ફટકારી છે. અય્યરે આ મેચમાં 35 બોલમાં 66 રન બનાવ્યા.
Related Articles
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું, ટેબલ ટેનિસમાં 3-0થી ક્લીન સ્વીપ
Asian Games 2026 : ત્રણેય મેચમાં ભારતે પ...
Sep 21, 2026
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાકર અને પવન સેહરાવતના હાથમાં તિરંગો, જાપાનમાં ગૂંજ્યો ભારતનો નારો
એશિયન ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ: મનુ ભાક...
Sep 19, 2026
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્રીમ કોર્ટમાં થયો ખુલાસો
BCCI દર વર્ષે કેટલો ટેક્સ ચૂકવે છે? સુપ્...
Sep 19, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026