સુરતમાં બાળકોના ઝઘડામાં પડોશીનો પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, 30 વર્ષીય પુત્રનું મોત
February 08, 2026
સુરત- અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં ગઇકાલે(7 ફેબ્રુઆરી) રાત્રે નાનકડી વાતમાં યુવકની પડોશી દ્વારા હત્યા કરી દેવાતા ચકચાર મચી છે.
ગઇકાલે (7 ફેબ્રુઆરી)ની રાતની ઘટના છે, અમરોલીના કોસાડ આવાસના H-1 બ્લોકમાં બે બાળકો વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયો હતો. મામલો બંને બાળકોના કુંટુંબ સુધી પહોંચે છે. જેથી એક બાળકનો પરિવાર, 30 વર્ષીય મહોમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલા અને તેમના પિતા, બીજા બાળકને ત્યાં ફરિયાદ કરવા પહોંચે છે. ત્યાં પડોશી સામે ઉગ્ર બોલાચાલી થતાં મારા મારી થાય છે. સામા પક્ષેથી તીક્ષ્ણ હથિયારો દ્વારા ફરિયાદ કરવા ગયેલા પિતા-પુત્ર પર જીવલેણ હુમલો થાય છે જેમાં 30 વર્ષીય મહોમ્મદ ફરીદ અઝીઝ બંબાવાલાનું મોત નીપજે છે જ્યારે પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે.
હુમલો એટલો હિચકારો હતો કે ફરીદ બંબાવાલા શરીર પર અનેક ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પણ ટૂંકી સારવાર બાદ તેના ખોળિયામાંથી જીવ જતો રહ્યો હતો. પુત્રને બચાવવા પડેલા પિતા પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. મૃતક ફરીદ ગરીબ પરિવારમાંથી આવતો હતો તે રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. તેને એક દીકરી અને એક દીકરો છે, જેમના પરથી પિતાની છત્રછાયા જતાં હવે નોંધારા થઈ ગયા છે. પરિવારમાં હાલ આક્રંદ સાથે આરોપીઓ સામે રોષની લાગણી છે.
મૃતકના ભાઈએ કહ્યું કે, 'બાળકો-બાળકો વચ્ચે બોલાચાલી હતી, મારો ભાઈ સમજાવટ માટે ગયો હતો, તેમણે પાછળથી ચપ્પુ વડે એટેક કરી દીધો, મારા પિતાને પણ કમરમાં ચપ્પુ મારી દીધું, જેને હુમલો કર્યો તે ત્યાંના મૌલાના આઝાદ, સિરાજ છે અને બીજો એક બે છે જેનું નામ પરિવારને ખબર નથી. હુમલો ચાર લોકોએ મળી પાછળથી કર્યો હતો. તેમને કડકમાં કડક સજા કરવામાં આવે, તેમના પગ કાપી ભિખારી બનાવી દેવા જોઈએ, ઉંમર કેદની સજા કરવામાં આવે'
Related Articles
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં આભ ફાટ્યું, બે કલાકમાં 5 ઈંચ વરસાદ; સૌરાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ગુજરાતમાં ફરી મેઘતાંડવ: કચ્છના માંડવીમાં...
Sep 15, 2026
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ : કોર્ટ-આૈદ્યોગિક સ્થળો ઉડાવવાની ધમકી આપતાં પોલીસ એલર્ટ
રાજકોટમાં ખાલિસ્તાની ગ્રૂપના નામે ઈ-મેઈલ...
Sep 15, 2026
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, રાજ્યમાં ફરી મેઘરાજાની તોફાની બેટિંગ
કચ્છના માંડવીમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ...
Sep 15, 2026
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM કંપની સામે નારાજગી, 19મીએ હડતાળનું એલાન
કમિશન મામલે વાવ-થરાદના CNG ડીલરોની IRM ક...
Sep 14, 2026
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત, 4 કલાકમાં વટવામાં 2.76 ઈંચ ખાબક્યો
અમદાવાદમાં 24 કલાકથી અવિરત વરસાદને કારણે...
Sep 14, 2026
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર, કપરાડામાં સૌથી વધુ 3.35 ઈંચ
અમદાવાદ શહેર સહિત 200 તાલુકામાં મેઘમહેર,...
Sep 13, 2026
Trending NEWS
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
18 September, 2026
17 September, 2026
17 September, 2026
15 September, 2026
15 September, 2026