આવતા મહિને બેક ટુ બેક 5 રાજયોગ અને 4 ગ્રહ-ગોચર, આ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ
January 24, 2026
જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિથી ફેબ્રુઆરી 2026 ખૂબ જ ખાસ રહેશે. આ મહિનામાં ગ્રહોની ચાલ કેટલાક એવા સંયોગો બનાવી રહી છે, જે ઘણા મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી રાજયોગોને જન્મ આપશે. સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર એક સાથે શનિની રાશિ કુંભમાં ગોચર કરશે. આ ચાર ગ્રહોની સંયુક્ત સ્થિતિથી ઘણા શુભ અને ફળદાયી યોગ સક્રિય થશે.
ફેબ્રુઆરીની શરૂઆતમાં 3 ફેબ્રુઆરી 2026ના રોજ બુદ્ધિ અને વ્યાપારના કારક ગ્રહ બુધ કુંભ રાશિમાં ગોચર કરીને રાહુ સાથે યુતિ બનાવશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીના રોજ શુક્ર, 13 ફેબ્રુઆરીના રોજ સૂર્ય અને 23 ફેબ્રુઆરીના રોજ મંગળ કુંભ રાશિમાં ગોચર કરશે. આ ગ્રહોની ચાલથી લક્ષ્મી નારાયણ યોગ, શુક્રાદિત્ય યોગ, આદિત્ય મંગળ યોગ, બુધાદિત્ય યોગ અને ચતુર્ગ્રહી યોગ જેવા શક્તિશાળી યોગ બનશે. આ યોગોનો વિશેષ લાભ 4 રાશિના જાતકોને મળશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી 2026 સકારાત્મક ફેરફારો લઈને આવી શકે છે. કરિયરમાં આગળ વધવાની તક મળશે. પ્રમોશનની ચર્ચાઓ તેજ બની શકે છે. આવક વધારવાના નવા રસ્તા ખુલશે. ખર્ચ ચોક્કસપણે રહેશે પરંતુ આર્થિક સંતુલન જળવાઈ રહેશે. આ સમયગાળો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે નફાકારક સાબિત થઈ શકે છે. દાંપ્ત્ય જીવનમાં મધુરતા બની રહેશે. મંગળવારે લાલ દાડમનું દાન કરો અને નિયમિતપણે હનુમાન ચાલીસાનો પાઠ કરો, આનાથી તમારા શુભ ફળમાં વધારો થશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી એક નવા યુગની શરૂઆત જેવો રહેશે. ખાસ કરીને 17 ફેબ્રુઆરી બાદ પરિસ્થિતિઓ તમારા પક્ષમાં આવવા લાગશે. તમારા આત્મવિશ્વાસમાં જોરદાર વધારો થશે. લાંબા સમયથી અટકેલા કાર્યોને વેગ મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી કરતા જાતકોને નવી નોકરી અથવા સ્થળાંતરની તકો મળી શકે છે. તમારે વ્યવસાય માટે યાત્રા કરવી પડી શકે છે. શનિવારે જરૂરિયાતમંદ અથવા અપંગોને ભોજન કરાવવું શુભ રહેશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ફેબ્રુઆરીનો મહીનો રાહત ભર્યો સાબિત થશે. જે કામમાં અડચણ આવી રહી હતી, તે હવે પૂરા થવા લાગશે. જીવનની રફ્તાર ફરીથી યોગ્ય દિશામાં વધશે. માનસિક દબાણ ઓછું થશે ભાગ્યનો સાથ મળશે. તમને પરિવાર અથવા પ્રિયજનો સાથે ફરવા જવાની તક મળી શકે છે. આર્થિક લાભના સંકેત છે. રોકાણથી પણ ફાયદો થઈ શકે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે ફેબ્રુઆરી પ્રગતિ અને સમૃદ્ધિનો સંદેશ લઈને આવશે. વ્યવસાયિકોની આવકમાં ઝડપથી વધારો થઈ શકે છે. જે કામ માટે તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા હતા, તેમાં સફળતા મળવાના પ્રબળ યોગ છે. આ સમય નોકરી કરતા જાતકો માટે પણ અનુકૂળ રહેશે. જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે. ઘર-પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માહોલ રહેશે.
Related Articles
2 દિવસ બાદ બુધની ચાલ બદલાશે, 5 રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે, બમ્પર ધન લાભની શક્યતા!
2 દિવસ બાદ બુધની ચાલ બદલાશે, 5 રાશિના જા...
Jun 20, 2026
યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુખ્ય પૂજારી સહિત 6 સામે એક્શન
યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી, મુ...
Jun 19, 2026
રામ મંદિરમાં દાન ચોરી વિવાદ, યોગી બોલ્યા 'SIT દૂધનું દૂધ, પાણીનું પાણી કરી દેશે
રામ મંદિરમાં દાન ચોરી વિવાદ, યોગી બોલ્ય...
Jun 19, 2026
દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, નંદઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યું દ્વારકા
દ્વારકાધીશ મંદિરમાં પુરુષોત્તમ માસની જન્...
Jun 09, 2026
સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ
સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર...
Jun 08, 2026
કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રામ મંદિરથી કરોડોનો ચઢાવો ગાયબ...', અખિલેશ યાદવનો આરોપ
કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રામ મંદિરથ...
Jun 07, 2026
Trending NEWS
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
20 June, 2026
19 June, 2026