ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફાઈ 4 કર્મચારી મોતને ભેટ્યાં
November 01, 2026
ઉજ્જૈન : ઉજ્જૈનમાં 'હોટેલ શ્રીગંગા' ના વેસ્ટેજ ચેમ્બરમાં સાફ-સફાઈ કરવા માટે ઉતરેલા 4 કર્મચારીઓના ઝેરી ગેસની ગૂંગળામણના કારણે કરૂણ મોત નીપજ્યા છે. શનિવારે મોડી રાત્રે ઘટેલી આ દુર્ઘટનામાં બચાવવા ગયેલા અન્ય કેટલાક કર્મચારીઓ પણ ઝેરી ગેસની ઝપેટમાં આવી જતાં ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હોટેલના જમણી બાજુ આવેલા વેસ્ટેજ ચેમ્બરમાં મીઠાઈ, ડેરી ઉત્પાદનો તેમજ ચાસણી, ઘી-તેલ અને એંઠા પાણીનો કચરો નાખવામાં આવે છે. આ કચરાના કારણે ડ્રેનેજ લાઈન જામ થઈ જતાં શનિવારે રાત્રે આશરે 10:30 વાગ્યે હોટેલના કેટલાક કર્મચારીઓ ટાંકી સાફ કરવા માટે ચેમ્બરમાં ઉતર્યા હતા. જોકે, ચેમ્બરમાં જમા થયેલા ઝેરી ગેસના કારણે કર્મચારીઓ અંદર જ ગૂંગળાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા નહોતા. અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા તેમને બચાવવા માટે ઉતરેલા અન્ય કર્મચારીઓ પણ વિષકારી ગેસની લપેટમાં આવી ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ ઉજ્જૈનના જિલ્લા પોલીસ વડા (SP) પ્રદીપ શર્મા સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો અને બચાવ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. મોડી રાત સુધી ચેમ્બરમાંથી કર્મચારીઓને બહાર કાઢવાનું રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ઝેરી વાયુ શ્વાસમાં જવાથી ગૂંગળામણને કારણે જ ચારેય કર્મચારીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. હોટેલ તંત્ર દ્વારા સુરક્ષાના સાધનો વગર કર્મચારીઓને ચેમ્બરમાં ઉતારવામાં આવ્યા હતા કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર ઉજ્જૈન શહેરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
Related Articles
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
પંજાબમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ AAPના બે ધારાસભ્યોએ રાજીનામા ધર્યા
પંજાબમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ A...
Nov 01, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026
31 October, 2026
31 October, 2026