અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢી મૂકવા ટ્રમ્પે 170 અબજ ફાળવ્યા
July 11, 2025

- અમેરિકામાં રહેતાં 59,000 ગેરકાયદે વસાહતીઓની ઓળખ થઈ, મોટાપાયે કાર્યવાહી થવાના એંધાણ
વૉશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પે બિગ બ્યૂટીફૂલ બિલ સંસદમાં પાસ કરાવ્યું એ પછી હવે બજેટમાં ફાળવણી પણ થઈ ગઈ છે. નવા કાયદા પ્રમાણે ગેરકાયદે વસાહતીઓ સામે કાર્યવાહી કરવા માટે અમેરિકન સંસદે ૧૭૦ અબજ ડોલર જેવી માતબર રકમ ફાળવી છે. તેના કારણે અમેરિકામાં આગામી મહિનાઓમાં ગેરકાયદે વસાહતીઓ સામે આકરાં પગલાં ભરાશે. તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવા માટેની તૈયારી પણ કરી દેવાઈ છે. તે ઉપરાંત બોર્ડર પર દીવાલ બાંધવાથી લઈને ચાંપતી નજર રાખવા માટે પણ બજેટ વધારાયું છે.
અમેરિકામાં અત્યારે ગેરકાયદે વસાહતીઓને રાખવા માટે ૪૧ હજાર બેડની ક્ષમતા ધરાવતા ડિટેન્શન સેન્ટર્સ છે. એની ક્ષમતા વધારીને એક લાખ બેડ કરવા માટે ૪૫ અબજ ડોલરનું ફંડ મંજૂર થયું છે.
અધિકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલોમાં તો ત્યાં સુધી દાવો થયો કે ભવિષ્યમાં વધુ ગેરકાયદે વસાહતીઓ પકડાશે તેને ધ્યાનમાં રાખીને બે લાખ બેડની ક્ષમતા ધરાવતા ડિટેન્શન સેન્ટર્સ બનાવવાની ટ્રમ્પની ગણતરી છે.
દેશભરના સરહદી રાજ્યોમાં આ ડિટેન્શન સેન્ટર્સ ઉભા કરાશે અને એમાં ગેરકાયદે વસાહતીઓને કેદ રાખવામાં આવશે. ઈમિગ્રેશન વિભાગે અત્યારે ૫૯ હજાર ગેરકાયદે વસાહતીઓની ઓળખ કરી લીધી છે. અમેરિકામાં એક કરોડથી વધુ ગેરકાયદે વસાહતીઓ રહેતા હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ઈમિગ્રેશન એન્ડ બોર્ડર સિક્યોરિટી વિભાગ ગેરકાયદે વસાહતીઓને ઝડપી શકે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવશે.
તે માટે ઈમિગ્રેશન વિભાગના બજેટમાં તોતિંગ વધારો કરાયો છે. ઈમિગ્રેશન વિભાગ ગેરકાયદે વસાહતીઓ સામે રાષ્ટ્રવ્યાપી ઓપરેશન ચલાવી શકે તે માટે નવી ભરતી કરાશે. આ વિભાગમાં આગામી વર્ષોમાં ૧૮ હજાર નવી ભરતી કરાશે. નવી ટેકનોલોજી વસાવવામાં આવશે. સરહદ પર નજર રાખવા માટેય વધુ ૬.૨ અબજ ડોલરની ફાળવણી કરવામાં આવી છે.
ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઈમિગ્રેશન વિભાગ ઉપરાંત બોર્ડર સિક્યોરિટીના બજેટમાં તો વધારો કર્યો જ છે, સાથે સાથે રાજ્યોની સ્થાનિક એજન્સીઓ ગેરકાયદે વસાહતીઓને ઝડપી લેવામાં મદદ કરી શકે તે માટે ૧૨.૬ અબજ ડોલર જેટલી ફાળવણી કરી છે. રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ સરહદી સુરક્ષા, ગેરકાયદે વસાહતીઓની ઓળખ વગેરેમાં ઉપયોગી થાય એવી ટેકનોલોજી વિકસાવવા કે વસાવવા માટે ૬.૭ અબજ ડોલર આપ્યા છે. આ બધું જ બજેટ તબક્કાવાર ફાળવવામાં આવશે.૨૦૩૩ સુધીમાં અમેરિકાના તમામ ગેરકાયદે વસાહતીઓને પકડવા માટે ટ્રમ્પે અત્યારથી જ માતબર બજેટ ફાળવ્યું છે.
Related Articles
બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલો, 9 લોકોને બસમાંથી ઉતારી ગોળી મારી
બલૂચિસ્તાનમાં આતંકવાદી હુમલો, 9 લોકોને બ...
Jul 11, 2025
ઈરાને કતારમાં હુમલો કરી અમેરિકાની વાયુ સેનાનુ કોમ્યુનિકેશન સેન્ટર નષ્ટ કર્યું
ઈરાને કતારમાં હુમલો કરી અમેરિકાની વાયુ સ...
Jul 11, 2025
અમેરિકામાં CBIએ કરી 23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની ધરપકડ, ભારત લવાશે
અમેરિકામાં CBIએ કરી 23 વર્ષથી ફરાર મોનિક...
Jul 09, 2025
UAE ગોલ્ડન વિઝા યોજનામાં કર્યા ફેરફાર, માત્ર 23.3 લાખ ચૂકવી મેળવી શકાશે ગોલ્ડન વિઝા
UAE ગોલ્ડન વિઝા યોજનામાં કર્યા ફેરફાર, મ...
Jul 09, 2025
ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,060 લોકોના મોત
ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 1,0...
Jul 09, 2025
પેલેસ્ટાઇનના નાગરિકોને બીજા દેશોમાં શિફ્ટ કરવાની તૈયારી, નેતન્યાહૂ-ટ્રમ્પનો મેગાપ્લાન તૈયાર
પેલેસ્ટાઇનના નાગરિકોને બીજા દેશોમાં શિફ્...
Jul 08, 2025
Trending NEWS

11 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025
09 July, 2025

09 July, 2025

09 July, 2025
09 July, 2025