છઠ પૂજા: આજે સાંજે નદી કાંઠે આથમતા સૂર્યની કરાશે પૂજા, સૌ પ્રથમ રામ અને સીતાએ કરી છઠ પૂજા
November 07, 2024
પૂર્વના બાપુનગર, વિરાટનગર, ઠક્કરનગર, ખોડિયારનગર વગેરે વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે. તેમના દ્વારા કારતક સુદ છઠથી ચાર દિવસ કરાતી છઠ પૂજાની ઉજવણી આ વર્ષ પાંચથી આઠ નવેમ્બર સુધી કરાશે. ત્યારે આવતી કાલે ગુરુવારે સાંજે અને શુક્રવારે પરોઢે ઈન્દિરા બ્રિજના છઠ ઘાટ તથા વિવિધ વિસ્તારોમાં બનાવાતા કુંડ પાસે સૂર્યદેવ અને છઠી માતાની પૂજા કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે.
પૂર્વમાં રહેતા ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ વગેરે રાજ્યોના લોકો દ્વારા મંગળવારથી છઠ પૂજા પર્વ મનાવવાનું શરૂ કરી દેવાયું છે. લોકવાયકા મુજબ યુદ્ધમાં વિજયી થઈને લંકાથી પરત ફર્યા બાદ માતા સીતા અને ભગવાન રામ દ્વારા બિહારમાં સૌપ્રથમ વાર ગંગા ઘાટે કૃતજ્ઞતા વ્યકત કરવા છઠ પૂજા કરવામાં આવી હતી. ત્યારથી આ પરંપરાચાલતી આવી છે.
આ વર્ષે પાંચ નવેમ્બરે નહાય-ખાય એટલે કે સ્નાન કરી સાત્વિક ભોજન સાથે છઠ પૂજા પર્વનો પ્રારંભ કરાયો હતો. બાદ આજે બીજા દિવસે ‘છોટી છઠી' મનાવી શ્રદ્ધાળુઓ 36 કલાકના નિર્જલા ઉપવાસ રાખશે. આવતી કાલે ગુરુવારે બડી છઠી મનાવાશે. જેમાં સાંજે પાંચ વાગ્યાથી સૂર્યાસ્ત સુધી નદીમાં ઉભા રહીને આથમતા સૂર્ય અને છઠી માતાની પૂજા કરાશે.
બાદ શુક્રવારે પરોઢથી સૂર્યોદય સુધી નદીકાંઠે ઉગતા સૂર્યની આરાધના કરાશે. આ દરમિયાન મીઠી પુરી, મીઠા ભાત (બખીર) સહિત ફળ અને અળવી, કોળું વગેરે કાચા શાકભાજીનો ભોગ ધરાવાય છે અને પછી ઘરે પ્રસાદમાં તેમનું શાક બનાવાય છે. હાલ ઈન્દિરા બ્રિજના છઠ ઘાટે તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે. તેમજ બાપુનગર સહિત પૂર્વના વિસ્તારોના મેદાનોમાં પાણીના કુંડ બનાવી બે દિવસ પૂજા કરાશે.
Related Articles
ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવનો પ્રકોપ વધશે: દેશના 15 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ
ગુજરાત અને રાજસ્થાનમાં હીટવેવનો પ્રકોપ વ...
May 11, 2026
હિમાચલમાં ભારે વરસાદના કારણે ભાવનગરના પરિવારની કાર ખાઈમાં ખાબકતા 6ના મોત, 4ના મોત
હિમાચલમાં ભારે વરસાદના કારણે ભાવનગરના પર...
May 11, 2026
વિજયના શપથગ્રહણમાં અભિનેત્રી ત્રિશાની હાજરીથી સોશ્યલ મીડિયા પર ગરમાટો
વિજયના શપથગ્રહણમાં અભિનેત્રી ત્રિશાની હા...
May 11, 2026
તામિલનાડુમાં CM વિજયના શપથગ્રહણમાં કેન્દ્રની નવી ગાઈડલાઈન મુજબ સૌપ્રથમ સંપૂર્ણ વંદે માતરમ્ ગવાયું
તામિલનાડુમાં CM વિજયના શપથગ્રહણમાં કેન્દ...
May 11, 2026
તમિલનાડુમાં CM વિજય માટે "કાંટાળો તાજ": સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો
તમિલનાડુમાં CM વિજય માટે "કાંટાળો તાજ":...
May 10, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
Trending NEWS
10 May, 2026