શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ-નિફ્ટીમાં બમ્પર ઉછાળો, રોકાણકારો 16 લાખ કરોડ રૂપિયા કમાયા
April 08, 2026
શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે બુધવારનો દિવસ અત્યંત શાનદાર સાબિત થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સમાં તેજી જોવા મળી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ અંતે 2946 પોઈન્ટના જંગી ઉછાળા સાથે 77,562 પર બંધ થયો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ 873 પોઈન્ટ ઉછળીને 24,000ની સપાટીની ખૂબ જ નજીક 23,997.35 પર બંધ રહ્યો હતો. બજારમાં દિવસભર રહેલી આ તેજીને કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં અંદાજે 16 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.
બજારમાં જોવા મળેલી આ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક કારણો જવાબદાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામના સમાચાર આવતા જ માત્ર ભારતીય જ નહીં, પરંતુ એશિયન બજારોમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. યુદ્ધ શાંત થવાની આશાએ ક્રૂડ ઓઈલની કિંમતોમાં પણ ઘટાડો થયો અને તે પ્રતિ બેરલ 95 ડૉલરની આસપાસ આવી ગયું છે. આ ઉપરાંત, ડૉલર સામે રૂપિયાની મજબૂતીએ પણ શેરબજારને ટેકો આપ્યો હતો. આ તેજીના કારણે BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 4,45,57,571.45 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
બજારના 'હીરો' સાબિત થયેલા શેરની વાત કરીએ તો, અદાણી ગ્રીન 11% અને અશોક લેલેન્ડ 12.65%ના ઉછાળા સાથે મોખરે રહ્યા હતા. આ ઉપરાંત ઇન્ડિગો, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, રિલાયન્સ અને બજાજ ફાઈનાન્સ જેવી દિગ્ગજ કંપનીઓના શેરમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. મારુતિ, એચડીએફસી બેન્ક અને અદાણી પોર્ટ્સ જેવા શેર પણ રોકેટની ગતિએ ભાગ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ કંપનીઓમાં પણ ખરીદીનો માહોલ રહેતા રોકાણકારોએ ધૂમ કમાણી કરી હતી.
Related Articles
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિના...
Oct 07, 2026
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક્સ 2700 પોઇન્ટ ગગડ્યો
4 દિવસમાં રૂ.14 લાખ કરોડ સ્વાહા! સેન્સેક...
Sep 29, 2026
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026