પાયલ ગોટીના સમર્થનમાં સુરતની મહિલાઓએ PM મોદીને પત્રો લખી કરી ન્યાયની માગ
January 12, 2025

સુરત- ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું હતું. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી રહ્યા છે. આ કડીમાં હવે સુરતની 200 જેટલી મહિલાઓ પણ પાયલ ગોટીના સમર્થનમાં આવી છે. સુરતની મહિલાઓએ વડાપ્રધાનને પત્ર લખી પાયલ માટે ન્યાયની માગ કરી છે.
સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માગ કરી છે. આ સિવાય પત્રમાં પાયલ ગોટીના આરોપોની તપાસ માટે તમામ સીસીટીવી તપાસ કરી યોગ્ય તપાસની માગ કરવામાં આવી છે. આ સિવાય પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં ખુલાસો માગવામાં આવ્યો છે કે, દીકરીનું સરઘસ કેમ કાઢવામાં આવ્યું અને અડધી રાત્રે તેની ધરપકડ કેમ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. તમામ 200 જેટલી મહિલાઓએ પત્રમાં લખેલી માગ પૂરી ન થાય તો સ્વાભિમાન મિશનની ચિમકી પણ ઉચ્ચારી છે.
Related Articles
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખામી પણ હોઇ શકે'
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ...
Jul 12, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવાશે, સી.આર. પાટીલ
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ...
Jul 12, 2025
કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ પડું પડું, ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો
કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો...
Jul 12, 2025
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમા...
Jul 12, 2025
સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળેટૂંપો દઈ હત્યા કરનારો આરોપી 20 વર્ષે ઝડપાયો
સુરતમાં ગાંજાના પૈસા બાબતે પ્રેમિકાની ગળ...
Jul 11, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15 મૃતદેહો મળ્યા, સર્ચ ઓપરેશન યથાવત, તપાસ કમિટી રચાઈ
ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15 મૃ...
Jul 10, 2025
Trending NEWS

12 July, 2025

12 July, 2025

12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025
12 July, 2025

12 July, 2025

11 July, 2025

11 July, 2025