Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

'...તો બિહારમાં 200 મંદિર બનાવી બતાવો', એક્ટરમાંથી નેતા બનેલા ખેસારી લાલનો NDAને પડકાર

November 04, 2025

ભોજપુરી ગાયક-અભિનેતા અને આરજેડી નેતા ખેસારી લાલ યાદવ પણ બિહારની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ખેસારીએ  એનડીએની પ્રાથમિકતાઓ પર આકરી ટીકા કરી છે. તેમણે રામમંદિર નિર્માણની જરૂરિયાતનો સ્વીકાર કરતાં રોજગાર, શિક્ષણ અને સ્વાસ્થ્ય સંબંધિત માળખાગત મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની માગ કરી છે. ખેસારી લાલ યાદવે શાસક પક્ષને સીધો પડકાર આપતાં કહ્યું કે, મારો કહેવાનો અર્થ એ હતો કે, રામ મંદિર બનવુ જરૂરી છે, પરંતુ શું હોસ્પિટલ બનવી જરૂરી નથી. શું રોજગારી જરૂરી નથી. શું શિક્ષણ જરૂરી નથી? મંદિર લોકોના ભવિષ્યનું નિર્માણ કરી શકશે નહીં. તમે દરેક સ્થળે મંદિર બનાવો, પરંતુ શું મંદિર આપણા બાળકોનું ભવિષ્ય નક્કી કરી શકશે? જો મંદિર આપણા બાળકોનું ભવિષ્ય નક્કી કરતુ હોય તો હું ઈચ્છીશ કે, તમે બિહારમાં 200 મંદિર બનાવો અને જુઓ કેટલા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું... ભગવાન આપણા હૃદય અને ભક્તિમાં વસે છે, મંદિરમાં તો માત્ર એક મૂર્તિ છે,  આરજેડી નેતાએ એનડીએ સરકાર પર 20 વર્ષથી સત્તામાં રહ્યા બાદ પણ ઔદ્યોગિક વિકાસમાં પછાત અને રોષ ફેલાવવાનો આરોપ મૂક્યો છે. લોકોને હાલ રોજગારી જોઈએ છે અને એનડીએ ક્યારેય રોજગારની વાત નહીં કરે. હંમેશા હિન્દુત્વ અને સનાતમ ધર્મ, મંદિર-મસ્જિદ, ભારત-પાકિસ્તાનની વાત કરે છે. બેરોજગારીના કારણે લોકોમાં રોષની લાગણી વધી છે. લોકો બેકાર બેઠા હોવાથી રોષ ભભૂકી ઉઠે છે. ખેસારીએ દાવો કર્યો છે કે, 20 વર્ષથી એનડીએની સરકાર છે અને એક પણ કારખાનું નથી. બિહારના યુવાનોનું પલાયન દુઃખદ છે. આપણને ઘરથી દૂર જવા માટે ટ્રેન મળે છે, પરંતુ પરિવાર સાથે રહેવાની તક આપતી નોકરી નહીં. અમે પૈસાની માગ કરતા નથી, અમને કામ આપો. અમે કમાવીશું અને અમારા બાળકોનું પાલન-પોષણ કરીશું. પરંતુ આ લોકો અમને ક્યારેય કામ આપતા નથી.