યુગાન્ડામાં ટોચના ગુજરાતી ઉદ્યોગપતિનું અકસ્માતમાં મોત
May 04, 2025

આફ્રિકામાં ટોચના અબજોપતિના લિસ્ટમાં આવતા યુગાન્ડાના ઉદ્યોગપતિ અને મૂળ ગુજરાતી સુધીર રૂપારેલિયાના દીકરા રાજીવ રૂપાલિયાનું શનિવારે (ત્રીજી મે) અકસ્માતમાં મોત નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, શનિવારે (ત્રીજી મે) રાજીવ રૂપારેલિયા લંડનથી મુન્યોન્યો મિત્રના લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતાં. ત્યારે તેમની કાર ફ્લાયઓવર નજીક કામચલાઉ કોંક્રિટ બેરિયર્સ સાથે અથડાઈ હતી. બાદમાં કાર પલટી ગઈ અને તેમાં આગ લાગી. આ દરમિયાન રાજીવ રૂપારેલિયા પોતાને બચાવી ન શક્યા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. 35 વર્ષીય રાજીવ રૂપારેલિયા સમગ્ર રૂપારેલિયા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર હતાં. તેઓ આફ્રિકામાં રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી, શિક્ષણ, કૃષિ અને નાણાંકીય વિસ્તારમાં ફેલાયેલું છે. તેમણે થોડા સમય પહેલાં જ પોતાના કાર્યોને આધુનિક બનાવ્યું હતું અને યુગાન્ડામાં હજારો નોકરીનું સર્જન કર્યું હતું.
નોંધનીય છે કે, આફ્રિકાના 50 ધનવાનોની યાદીમાં જે ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે, તેમાં રાજીવના પિતા સુધીર રૂપારેલિયાનું નામ પણ સામેલ છે. ધીર રૂપારેલીયા કરોડોની નેટવર્થ સાથે યુગાન્ડાના પહેલાં અને આફ્રિકાના સૌથી ધનિક વ્યક્તિમાં સામેલ છે.
Related Articles
સિંગાપોરમાં પીપલ્સ એક્શન પાર્ટીએ સતત 14મી વખત ચૂંટણી જીતી
સિંગાપોરમાં પીપલ્સ એક્શન પાર્ટીએ સતત 14મ...
May 04, 2025
ઈઝરાયલના એરપોર્ટ પર મિસાઈલ હુમલો, નેતન્યાહૂની ઈમરજન્સી બેઠક
ઈઝરાયલના એરપોર્ટ પર મિસાઈલ હુમલો, નેતન્ય...
May 04, 2025
માલદીવના રાષ્ટ્ર પ્રમુખે 15 કલાક પ્રેસ કોન્ફરન્સ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
માલદીવના રાષ્ટ્ર પ્રમુખે 15 કલાક પ્રેસ ક...
May 04, 2025
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે આગામી પોપ? અમેરિકન પ્રમુખ અને વ્હાઈટ હાઉસે શેર કરી તસવીર
ડોનાલ્ડ ટ્રમ્પ બનશે આગામી પોપ? અમેરિકન પ...
May 03, 2025
તંગદિલી વચ્ચે પાકિસ્તાને 'અબ્દાલી' બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું, 450 કિ.મી.ની રેન્જ
તંગદિલી વચ્ચે પાકિસ્તાને 'અબ્દાલી' બેલેસ...
May 03, 2025
પાકિસ્તાનને ઝટકો, અન્ય દેશોએ પણ પાકિસ્તાની એરસ્પેશનો બહિષ્કાર કર્યો
પાકિસ્તાનને ઝટકો, અન્ય દેશોએ પણ પાકિસ્તા...
May 03, 2025
Trending NEWS

03 May, 2025

03 May, 2025