મધ્યપ્રદેશમાં ટ્રેનના એન્જિનમાં આગ લાગતા અફરાતફરી, મુસાફરોએ ટ્રેનમાંથી કૂદ્યા
October 27, 2024
રતલામ : મધ્યપ્રદેશના રતલામમાં ટ્રેન અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં ઈન્દોરથી રતલામ જઈ રહેલી DEMU ટ્રેનના એન્જિનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ટ્રેનમાં સવાર મુસાફરોએ ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. રતલામ નજીક પ્રિતમનગર અને રૂણીજા રેલવે સ્ટેશન વચ્ચે ઈન્દોર-રતલામ ડેમુ ટ્રેનના એન્જિનમાં આગ ફાટી નીકળી હતી. એન્જિનમાંથી ધુમાડો નીકળતો જોઈને તરત જ ટ્રેનને રોકી દેવામાં આવી હતી, ત્યારબાદ મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી અને મુસાફરો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, અકસ્માતની જગ્યા સુધી ફાયર બ્રિગેડને પહોંચવા માટેનો કોઈ રસ્તો ન હતો. તેવામાં સ્થાનિક ખેડૂતો, ટ્રેન સ્ટાફ અને મુસાફરોએ એન્જિનમાં લાગેલી આગને ઓલવવાનું કામ કર્યું.
Related Articles
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા
NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ...
May 15, 2026
12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને ઃ રાહુલના PM પર પ્રહાર
12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર...
May 15, 2026
શુભેન્દુ અધિકારીના 'ખાસ' નેતાની દંડા વડે ધોલાઈ કરી, ચંદ્રનાથ જેવા હાલ કરવાની ધમકી
શુભેન્દુ અધિકારીના 'ખાસ' નેતાની દંડા વડે...
May 15, 2026
ભારત અને UAE વચ્ચે સમજૂતી કરાર, હોર્મુઝ સ્ટ્રેટને કાર્યરત કરવા પર ભાર
ભારત અને UAE વચ્ચે સમજૂતી કરાર, હોર્મુઝ...
May 15, 2026
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણુગોપાલનું પત્તું કપાયું, વી.ડી. સતીશનને મળી સત્તા
કેરલમના નવા મુખ્યમંત્રી ફાઈનલ, કે.સી.વેણ...
May 14, 2026
આંધી-તોફાન અને વીજળી પડવાથી 89ના મોત! ભારતના આ રાજ્યમાં કુદરતે વિનાશ વેર્યો
આંધી-તોફાન અને વીજળી પડવાથી 89ના મોત! ભા...
May 14, 2026