Breaking News :
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું સાણંદના વિંછીયામાં અંધશ્રદ્ધાનો કહેર: વંશમાં કોઈ ભુવો ન બને તે માટે પિતાએ પુત્રની પછાડીને હત્યા કરી બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી

પંજાબમાં ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ AAPના બે ધારાસભ્યોએ રાજીનામા ધર્યા

November 01, 2026

હરમીત સિંહ પઠાણમાજરા અને સરકાર વચ્ચે ખેંચતાણ

ચંદીગઢ : પંજાબમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટી (AAP)માં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ છે. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીએ ઉમેદવારોની પહેલી યાદી જાહેર કર્યાના બીજા જ દિવસે બે વર્તમાન ધારાસભ્યોએ વિધાનસભામાંથી રાજીનામાં આપ્યાં છે. રાજીનામું આપનારા ધારાસભ્યોમાં સમાના બેઠકના ચેતન સિંહ જોડામાજરા અને સનૌર બેઠકના હરમીત સિંહ પઠાણમાજરાનો સમાવેશ થાય છે. બંનેના રાજીનામાથી પંજાબના રાજકારણમાં ચર્ચા તેજ બની છે.


AAPએ એક દિવસ પહેલાં જ 2027ની વિધાનસભા ચૂંટણી માટે 40 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પાર્ટીએ 40 વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપી છે. મુખ્યમંત્રી ભગવંત માન ફરી ધૂરી બેઠક પરથી ચૂંટણી લડશે. જેલમાં બંધ કેબિનેટ મંત્રી સંજીવ અરોરાને લુધિયાણા પશ્ચિમ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પંજાબ વિધાનસભાના સ્પીકર કુલતાર સિંહ સંધવાનને કોટકપુરા અને ડેપ્યુટી સ્પીકરને ગઢશંકર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ચાર મહિલા ધારાસભ્યોને પણ તેમની વર્તમાન બેઠકો પરથી ફરી ટિકિટ આપવામાં આવી છે. જોકે, યાદીમાં અન્ય કોઈ કેબિનેટ મંત્રીનું નામ સામેલ નથી.


સનૌરના ધારાસભ્ય હરમીત સિંહ પઠાણમાજરા લાંબા સમયથી પાર્ટીના નેતૃત્વ સાથે વિવિધ મુદ્દે ટકરાવમાં રહ્યા હતા. પૂર અંગે સરકારના વલણ અને તેમની સામે નોંધાયેલા ફોજદારી કેસ સહિતના મુદ્દાઓને કારણે તેમનો પક્ષ સાથેનો વિવાદ ચર્ચામાં રહ્યો હતો. હવે તેમના રાજીનામાથી પાર્ટી સાથેના મતભેદ ફરી ચર્ચામાં આવ્યા છે. સમાના બેઠકના ધારાસભ્ય અને પંજાબના ભૂતપૂર્વ મંત્રી ચેતન સિંહ જોડામાજરાના રાજીનામાએ પણ પાર્ટીમાં વધતા અસંતોષ અંગે સવાલો ઊભા કર્યા છે. આ વર્ષે મે મહિનામાં શિરોમણિ અકાલી દળના ભૂતપૂર્વ નેતા સુરજીત સિંહ રાખરા AAPમાં જોડાયા હતા. ત્યારબાદ તેમને સમાનામાં પાર્ટીની કામગીરી સંભાળવામાં મહત્ત્વની ભૂમિકા આપવામાં આવી હતી. આ નિર્ણયને સ્થાનિક ધારાસભ્ય જોડામાજરાને બાજુ પર રાખવાના પ્રયાસ તરીકે જોવામાં આવ્યો હતો.