જ્ઞાનેશ કુમાર પછી મોદીજી તમારો વારો: રામલીલા મેદાનમાં રાહુલ ગાંધીનો સરકારને ખુલ્લો પડકાર
November 01, 2026
દિલ્હી ખાતે I.N.D.I.A. ગઠબંધનની વિશાળ મહારેલી, રાહુલ ગાંધીએ સૌથી આક્રમક ભાષણ આપ્યું
વોટ ચોરીએ સામાન્ય ચોરી નથી, દેશદ્રોહ છે: રાહુલ ગાંધી
દિલ્હી : દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે આયોજિત I.N.D.I.A. ગઠબંધનની વિશાળ મહારેલીમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સૌથી આક્રમક ભાષણ આપ્યું હતું. મંચ પર પહોંચતાં જ તેમણે ગઠબંધનના તમામ દિગ્ગજ નેતાઓ અને ઉમટી પડેલા હજારો નાગરિકોનો આભાર માનીને સંબોધન શરૂ કર્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દેશમાં ગમે તેટલા પૈસા કે સત્તા હોય, પરંતુ કોઈ પણ શક્તિ દેશના બંધારણ કરતાં મોટી હોઈ શકે નહીં.
રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું કે વિપક્ષ પ્રેમ અને અહિંસાની વિચારધારામાં માને છે અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ કે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પ્રત્યે કોઈ નફરત રાખતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે નરેન્દ્ર મોદી, અમિત શાહ કે જ્ઞાનેશ કુમારને નફરત કરતા નથી. અમે નફરત નહીં પણ પ્રેમની દુકાન ખોલનારા લોકો છીએ. અમે અહિંસાના પક્ષધર છીએ. મારા માટે કોઈ દુશ્મન નથી. ન તો નરેન્દ્ર મોદી, ન અમિત શાહ, ન જ્ઞાનેશ કુમાર. પરંતુ ભારતના પ્રત્યેક નાગરિકનો અવાજ મારા માટે ધર્મ કરતાં પણ વધુ મહત્ત્વનો છે. એ જ મારો ધર્મ છે. અમે હિંસાનો આશરો નહીં લઈએ, કોઈને નુકસાન નહીં પહોંચાડીએ અને નફરત નહીં ફેલાવીએ. અમે પ્રેમથી કામ કરીશું, પરંતુ અમે તમને બંધારણ ખતમ કરવા નહીં દઈએ. ગમે તે થઈ જાય, અમે આવું થવા નહીં દઈએ. આ નેતાઓએ દેશની આત્મા પર પ્રહાર કર્યો છે, જેને દેશ ક્યારેય સ્વીકારશે નહીં.
રાહુલ ગાંધીએ 2024ની લોકસભા ચૂંટણીની કાયદેસરતા સામે મોટો સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી બાદ દેશના 15 ટકા મતદારોના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આ આંકડા ખુદ ચૂંટણી પંચના ડેટામાંથી સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશ, હરિયાણા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને 2024ની ચૂંટણી સહિત અનેક રાજ્યોની ચૂંટણીઓમાં ઈવીએમ દ્વારા અને મતદાર યાદીમાં ગેરકાયદેસર રીતે નામો ઉમેરીને કે રદ કરીને મતોની ચોરી કરવામાં આવી છે. આ કોઈ સામાન્ય ચોરી નથી, જેવી રીતે કોઈ દુકાનમાંથી કંઈક ચોરાઈ જાય. આ દેશના પ્રત્યેક નાગરિકના અવાજની ચોરી છે. કાનૂની પરિભાષામાં આને ‘રેરેસ્ટ ઓફ રેર કેસ’ કહેવાય છે. આ દેશદ્રોહ છે. જ્ઞાનેશ કુમાર વગર નરેન્દ્ર મોદી ક્યારેય વડાપ્રધાન ન બન્યા હોત અને અમિત શાહ ક્યારેય ગૃહમંત્રી ન બની શક્યા હોત.
Related Articles
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા
પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ...
Nov 02, 2026
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હાઉસ’માં વાળ કાપવાની ફરિયાદ બાદ 15 છાત્રા સહિત 80 સામે કાર્યવાહી
બાડમેર મેડિકલ કોલેજમાં રેગિંગ: ‘વ્હાઈટ હ...
Nov 02, 2026
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડુમાં ભારે વરસાદનું એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
વાવાઝોડું ‘મુરાસુ’ની અસરથી આંધ્ર-તમિલનાડ...
Nov 02, 2026
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લોકોના મોત
મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં 3 લ...
Nov 01, 2026
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અલ્ટીમેટમ, સરકાર સામે સંકટના વાદળો
જમ્મુ-કાશ્મીરમાં બળવો, 25 ધારાસભ્યોનું અ...
Nov 01, 2026
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફાઈ 4 કર્મચારી મોતને ભેટ્યાં
ઉજ્જૈનમાં ઝેરી ગેસની ગૂંગળામણના કારણે સફ...
Nov 01, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026
31 October, 2026
31 October, 2026