કરાચીના મલીર કેંટ પર પણ એરફોર્સે કરી હતી એરસ્ટ્રાઈક : સેના
May 12, 2025

કરાચી : પાકિસ્તાની આતંકવાદીઓ પર કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને હિંમતભેર જવાબ આપ્યો. વાયુસેનાના DGMO એર માર્શલ એકે ભારતીએ સોમવારે કહ્યું હતું કે, પાકિસ્તાની સેનાના હુમલા પછી ભારતીય સેનાએ કરાચી નજીક માલીર કેન્ટ સહિત અનેક સ્થળોને આયોજનપૂર્વક નિશાન બનાવ્યા હતા. વાયુસેનાએ આ છાવણીની એર ડિફેન્સ સિસ્ટમ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
મીડિયાને સંબોધતા એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે, ઓપરેશન સિંદૂર પર પાકિસ્તાનની પ્રતિક્રિયા પછી અમે કેટલાક લક્ષ્યો નક્કી કર્યા હતા. જેમાં કરાચીથી થોડે દૂર સ્થિત મલીર કેંટનો પણ સમાવેશ થતો હતો. આ છાવણી જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલોનું મુખ્ય કેન્દ્ર છે. ભારતીએ જણાવ્યું હતું કે, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમએ 7 મેના રોજ પાકિસ્તાન તરફથી આવતા ડ્રોન અને રોકેટને સફળતાપૂર્વક રોકવામાં આવ્યા હતા. પાકિસ્તાન દ્વારા છોડવામાં આવેલા ડ્રોનનું લક્ષ્ય માત્ર ભારતીય સેના જ નહીં પરંતુ સામાન્ય નાગરિકો પણ હતા. ભારતીય વાયુસેનાએ તેનો જવાબ આપતાં પાકિસ્તાનમાં મલિર કેંટ પર મોટો હુમલો કર્યો.
એર માર્શલે કહ્યું કે, ઓપરેશન સિંદૂરમાં આતંકવાદીઓ પર અમારા તરફથી કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી અમને ખબર હતી કે પાકિસ્તાન તેનો બદલો લેશે. જેથી આ સ્થિતિમાં આપણી એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે તૈયાર હતી. અમારી હવાઈ તૈયારીનો એક ઉદ્દેશ્ય સ્પષ્ટ હતો કે, જમીન પર નાગરિક કે લશ્કરી વિસ્તારોને કોઈ નુકસાન ન થાય તેની ખાતરી કરવાનો હતો.
Related Articles
એશિયા પેસેફિકમાં અસ્થિરતાથી ચીન ચિંતામાં, વ્હાઈટ પેપર કર્યું જાહેર
એશિયા પેસેફિકમાં અસ્થિરતાથી ચીન ચિંતામાં...
May 14, 2025
શેખ હસીનાને લાગ્યો મોટો ઝટકો, વચગાળાની સરકારે અવામી લીગ પાર્ટી પર લગાવ્યો પ્રતિબંધ
શેખ હસીનાને લાગ્યો મોટો ઝટકો, વચગાળાની સ...
May 13, 2025
ગેરકાયદે પ્રવાસીઓને હાંકી કાઢનારા અમેરિકામાં શ્વેત આફ્રિકનોનું 'સ્વાગત', ટ્રમ્પે વિમાન મોકલ્યું
ગેરકાયદે પ્રવાસીઓને હાંકી કાઢનારા અમેરિક...
May 13, 2025
શાંતિ વાર્તા પહેલા રશિયાનો યુક્રેન પર ડ્રોન ઍટેક, તૂર્કિયેમાં થશે પુતિન અને ઝેલેન્સ્કીની બેઠક
શાંતિ વાર્તા પહેલા રશિયાનો યુક્રેન પર ડ્...
May 13, 2025
યુકેમાં રહેવું હોય તો અંગ્રેજી આવડવી જ જોઈએ, 10 વર્ષે મળશે નાગરિકતા: નિયમો બદલાયા
યુકેમાં રહેવું હોય તો અંગ્રેજી આવડવી જ જ...
May 13, 2025
અમેરિકામાં મોટી દુર્ઘટના, ઇમારતમાં ભીષણ આગ લાગતાં 4ના મોત, 4ની હાલત ગંભીર
અમેરિકામાં મોટી દુર્ઘટના, ઇમારતમાં ભીષણ...
May 12, 2025
Trending NEWS

13 May, 2025