એશિયા પેસેફિકમાં અસ્થિરતાથી ચીન ચિંતામાં, વ્હાઈટ પેપર કર્યું જાહેર

May 14, 2025

ચીને એશિયા પેસિફિકમાં સંભવિત ખતરાની ચેતવણી જાહેરાત વ્હાઈટ પેપરમાં કરી છે. સોમવારે બેઇજિંગે એક વ્હાઈટ પેપરમાં કહ્યું કે એશિયા પેસિફિક ક્ષેત્રમાં શીત યુદ્ધ ફરી ગરમ થઈ શકે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બગડતા ભૂરાજકીય વાતાવરણમાં ચીને સ્થાનિક રાજકીય સ્થિરતા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવી પડશે.

આ વ્હાઈટ પેપરમાં ચીને પશ્ચિમી શક્તિઓને નિશાન બનાવી છે અને સમગ્ર ક્ષેત્રને આ શક્તિઓથી સર્તક રહેવા કહ્યું છે. દેશ અભૂતપૂર્વ જટિલ જોખમો તેમજ વધતા બાહ્ય સુરક્ષા દબાણનો સામનો કરી રહ્યો હોવાથી, પ્રતિકૂળ શક્તિઓ દ્વારા વૈચારિક તોડફોડ અટકાવવી જોઈએ અને સામ્યવાદી પક્ષના શાસનની ખાતરી આપવી જોઈએ.

ટ્રમ્પના પાછા ફર્યા પછી ચીન અમેરિકા અને તેના સમર્થકો વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થયું છે. અમેરિકા પહેલાથી જ ચીનના દુશ્મન દેશોને ઘેરી લેવામાં મદદ કરી રહ્યું હતું. હવે તેણે તેને આર્થિક અને વેપારની દ્રષ્ટિએ ઘેરી લેવાનું શરૂ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પત્રમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમમાં ચીન વિરોધી શક્તિઓ ચીનને રોકવા, દબાવવા અને નિયંત્રિત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેઓ પશ્ચિમીકરણ અને વિભાજન ની વ્યૂહરચના લાગુ કરી રહ્યા છે અને ચીન સામે ઘૂસણખોરી અને તોડફોડની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે.