સુરતની ટયુશન શિક્ષિકાને ગર્ભપાત માટે કોર્ટની મંજુરી, સગીર વિદ્યાર્થીથી થઇ હતી ગર્ભવતી
May 14, 2025

13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી અને ગર્ભવતી બનેલી સુરતના પુણા ગામની ટયુશન શિક્ષિકાની ગર્ભપાત કરાવવાની અરજી તબીબના અભિપ્રાય બાદ સુરતની સ્પેશિયલ કોર્ટ (પોકસો) ના જજ રાકેશ ભટ્ટે ગ્રાહય રાખીને ગર્ભપાતની મંજુરી આપતો હુકમ કર્યો છે. સુરતના પુણા વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકાએ ટયુશન શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રેમમાં પડયા બાદ બંને ઘર છોડીને સાથે જતા રહ્યા હતા.
પોલીસે બંનેને રાજસ્થાન બોર્ડર પરથી ચાર દિવસ શોષી કાઢયા હતા અને શિક્ષિકા સામે પોક્સો એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો દાખલ કરાયો હતો. ત્યારબાદ શિક્ષિકા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. દરમિયાન શિક્ષિકાએ ગર્ભપાત કરાવવાની મંજુરી માટે વકીલ મારફત કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ત્રણ તબીબો પાસે અભિપ્રાય મંગાવ્યો હતો, તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
અભિપ્રાય મુજબ બાળક કુપોષિત જન્મે તેવી શક્યતા છે અને ગર્ભપાત શિક્ષિકાના હિતમાં હોવાની રિમાર્ક મુકી હતી. મેડિકલ અભિપ્રાય અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે શિક્ષિકાને ગર્ભપાત કરાવવાની મંજુરી આપતો હુકમ કર્યો હતો. સ્મીમેર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને એક અઠવાડીયામાં પ્રક્રિયા પુર્ણ કરવા નિર્દેશ અપાયો છે. ત્યારબાદ શિક્ષિકાનો મેડિકલ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા જણાવાયું છે. જેમાં શિક્ષિકા સ્વસ્થ જણાય તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપીને લાજપોર જેલમાં મોકલવા હુકમ કરાયો છે.
Related Articles
સુરતમાં આજે સાંજે 5 વાગે નીકળશે તિરંગા યાત્રા, મહિલાઓ સેંથીમાં સિંદૂર પૂરી જોડાશે
સુરતમાં આજે સાંજે 5 વાગે નીકળશે તિરંગા ય...
May 14, 2025
જૂનાગઢમાં ઝૂમાંથી બહાર નીકળી સોસાયટીમાં ઘુસી ગયું રીંછ, લોકોમાં ડરનો માહોલ, તાત્કાલિક કરાયું રેસક્યુ
જૂનાગઢમાં ઝૂમાંથી બહાર નીકળી સોસાયટીમાં...
May 14, 2025
ભારતીય જવાનોની હિંમત અને જુસ્સો વધારવા 'જય હિન્દ યાત્રા'નું આયોજન
ભારતીય જવાનોની હિંમત અને જુસ્સો વધારવા '...
May 14, 2025
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર વચ્ચે ગમખ્...
May 12, 2025
અમરેલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ, સતત છઠ્ઠા દિવસે માવઠું
અમરેલીમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ...
May 11, 2025
સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ પરીક્ષાઓ રદ કરાઈ
સીએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા 14મી સુધીની તમામ...
May 10, 2025
Trending NEWS

14 May, 2025

14 May, 2025