શાંતિ વાર્તા પહેલા રશિયાનો યુક્રેન પર ડ્રોન ઍટેક, તૂર્કિયેમાં થશે પુતિન અને ઝેલેન્સ્કીની બેઠક
May 13, 2025

રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે હવે એર શાંતિ કરાર થવાની સંભાવના છે. રશિયાએ યુદ્ધ ખતમ કરવા સાથે જોડાયેલી વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે, વ્લાદિમીર પુતિન અને ઝેલેન્સ્કી 15 મેના દિવસે તૂર્કિયેના ઈસ્તંબુલમાં શાંતિ વાર્તા માટે મળશે. તેમનું માનવું છે કે, આ બેઠકના સારા પરિણામ સામે આવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે 12 મેની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'મને લાગે છે કે, ગુરુવારે તૂર્કિયેમાં રશિયા અને યુક્રેન વચ્ચે થનારી બેઠકમાં સારા પરિણામ મળી શકે છે. મને લાગે છે કે, બંને દેશોના નેતા ત્યાં હશે. હું પણ ત્યાં જવાનું વિચારી રહ્યો હતો પરંતુ, ગુરુવારે મારી એક બીજી મીટિંગ પણ છે.' જો કે, તેમણે સંભાવના વ્યક્ત કરી કે, આ બેઠકમાં સામેલ થવા તે તૂર્કિયે જઈ શકે છે. યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘હું ઈસ્તંબુલ જઈશ અને રશિયાના પ્રમુખ પુતિનને હું ત્યાં મળવાનો પડકાર ફેંકું છું.’ બીજી તરફ, રશિયાના વિદેશ મંત્રાલયે આ વાતનો કોઈ સંકેત નથી આપ્યો કે, પુતિન આ પ્રસ્તાવને સ્વીકાર કરશે કે નહીં. જો કે, ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'રશિયા અને યુક્રેન વચ્ચે ગુરુવારની બેઠક ખૂબ જ મહત્ત્વની છે. હું તેના પર ખૂબ જ ભાર મૂકું છે. મને લાગે છે કે, તેના સારા પરિણામ આવશે. હું ટ્રમ્પના વિચારોનું સ્વાગત કરું છું અને ટ્રમ્પના તૂર્કિયેની બેઠકમાં સામેલ થવાના વિચારનું સમર્થન કરું છું.' યુક્રેનની વાયુસેનાએ સોમવારે કહ્યું કે, 'રશિયાએ રાત્રે હુમલામાં યુક્રેન પર 100થી વધારે શાહેદ અને ડિકૉય ડ્રોન હુમલા કર્યા હતા. રશિયાએ 30 જ દિવસમાં યુદ્ધવિરામનો આ રીતે ખુલ્લેઆમ ભંગ કરતા વિશ્વ ચોંકી ગયું છે.' યુક્રેનના સૈન્ય જનરલ સ્ટાફે કહ્યું કે, 'સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી જ્યારે યુદ્ધવિરામ લાગુ થઈ શકતું હતું, ત્યારથી અડધી રાત સુધીમાં રશિયન સેના સાથે 133 વખત ઘર્ષણ થઈ ચૂક્યું હતું.' યુક્રેન અને પોલેન્ડના અધિકારીઓએ કહ્યું કે, પોલેન્ડના દેખાવકારોએ સોમવારે મુખ્ય સરહદની ક્રોસિંગ નજીક એક ડ્રોન રોક્યું હતું, જે 2023ના વિરોધ પ્રદર્શનોની યાદ અપાવે છે. એ વખતે પોલેન્ડે યુક્રેનની કૃષિ આયાત અને પરિવહન કંપનીઓ સાથે અન્યાયી સ્પર્ધાનો દાવો કર્યો હતો. બાદમાં ઉગ્ર વિરોધ ત્યારે શરુ થયો હતો જ્યારે રશિયાના આક્રમણના જવાબમાં યુરોપિયન યુનિયને યુક્રેનના ટ્રાન્સપોર્ટરો પર સરહદી સંચાલનના પ્રતિબંધો દૂર કરી દીધા હતા.
Related Articles
ઈઝરાયલે ગાઝા પર હવાઈ હુમલા કર્યા, 65 પેલેસ્ટિનિયનના મોત, અનેક ઘાયલ
ઈઝરાયલે ગાઝા પર હવાઈ હુમલા કર્યા, 65 પેલ...
May 14, 2025
સાઉદીની અમેરિકામાં 600 અબજ ડોલરના રોકાણની ખાતરી
સાઉદીની અમેરિકામાં 600 અબજ ડોલરના રોકાણન...
May 14, 2025
રશિયાની આયાતમાં 34 ટકા ચીનનો ફાળો, ચીનની આયાતમાં રશિયાનો ફાળો 4 ટકો
રશિયાની આયાતમાં 34 ટકા ચીનનો ફાળો, ચીનની...
May 14, 2025
પાકિસ્તાન સામે બલુચોનું 'ઓપરેશન-હેરોફ' BLA વિપ્લવીઓએ પાક સેના પર કુલ મળી 71 હુમલા કર્યા
પાકિસ્તાન સામે બલુચોનું 'ઓપરેશન-હેરોફ' B...
May 14, 2025
વહેલી સવારે ધ્રુજી ધરા, 6.3ની તીવ્રતાવાળા ભૂકંપથી 6 દેશોમાં નોંધાયા ભૂંકપના આંચકા
વહેલી સવારે ધ્રુજી ધરા, 6.3ની તીવ્રતાવાળ...
May 14, 2025
એશિયા પેસેફિકમાં અસ્થિરતાથી ચીન ચિંતામાં, વ્હાઈટ પેપર કર્યું જાહેર
એશિયા પેસેફિકમાં અસ્થિરતાથી ચીન ચિંતામાં...
May 14, 2025
Trending NEWS

1985 બેચના IAS અજય કુમાર બન્યા UPSCના નવા ચેરમેન
14 May, 2025

વિદેશમંત્રી એસ જયશંકરની સુરક્ષામાં તાબડતોબ વધારો,...
14 May, 2025